તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
વડોદરાના તરસાલી સહીત મુજમહુડા વિસ્તારમાં મોપેડ સવાર બે લોકોને અકસ્માત નડતા બંનેના ઘટનાસ્થળેજ મોત

વડોદરા: તરસાલી બાયપાસ પાસે અક્ષર વિન્ટેઝમાં રહેતા ૪૬ વર્ષના પીયૂષભાઇ બાબુભાઇ પટેલ તરસાલી ખાતે આવેલી જીવન સંસ્કાર વિદ્યાલયમાં પ્રિન્સીપાલ તરીકે નોકરી કરે છે. ગઇકાલે તેઓ મોપેડ લઇને ઘરેથી સ્કૂલ તરફ જતા હતા. તે સમયે તરસાલી સાંઇબાબાના મંદિર પાસેથી પસાર થતા હતા. તે સમયે એક ટુ વ્હીલર સાથે અકસ્માત થતા તેઓને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે અન્ય એક બનાવમાં કલાલી ચાપડ રોડ પર ફોર્ચ્યુન સ્કાય લાઇનમાં રહેતા ૪૪ વર્ષના પીયૂષકુમાર પ્રવિણચંદ્ર પટેલ ગઇકાલે ૧૦ વાગ્યે બાઇક લઇને મુજમહુડા રોયલ ઓર્ચિડ હોટલની સામેથી પસાર થતા હતા. તે સમયે ટેમ્પા સાથે અકસ્માત થતા તેઓને મોંઢા અને જમણા હાથે ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ,ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થતા જે.પી. રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
