તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
વિડીયો વાયરલ થતા અને કોંગ્રેસે ફરિયાદ નોંધાવતા સંતરામપુરમાં બુથનો કબજો કરી ઈવીએમમાં ભાજપ તરફી મતદાન કરવા સબબ બે કાર્યકરોની અટકાયત

સંતરામપુરના બૂથમાં ઘૂસીને મતદાન કરાવવા અંગે વિજય ભાભોર નામના યુવકનો ફેસબુક લાઈવ વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે મહિસાગર જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કર્યો હતો, જેમાં આ શખ્શ લગભગ ચાર મિનિટ સુધી સંતરામપુરના એક બુથમાં ઈવીએમ પર કંટ્રોલ કરતો જોવા મળ્યો હતો અને અન્ય લોકો વતી ભાજપના ઉમેદવારને મત આપતા હતા.
સંતરામપુર મામલતદારની સત્તાવાર ફરિયાદ. વિજય ભાભોર અને મગન ડામોર નામના બે વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરી હોવાનું મહિસાગરના એએસપી વી.પી. ભેડાએ જણાવ્યું છે.
બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને આઈપીસી કલમ ૧૨૮, ૧૨૧, ૧૨૨, ૧૩૧/બી, ૧૭૧/ડી અને ૧૩૫ સહિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
