<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ડેડીયાપાડા તાલુકાની સગીરા ઉપર બદકામ કરનાર અને મદદ કરનાર ત્રણ સગીર બાળકો સામે ગુનો દાખલ

એક સગીરે બળાત્કાર કર્યો અને અન્ય બે સાથી સગીર મિત્રો એ તેને મદદ કરી:થોડા દિવસ પહેલા તિલકવાડા તાલુકામાં પણ સગીર બાળકે સગીરા પર બદકામ કર્યા ની ફરિયાદ થતા આ બાબત ગંભીર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં સગીર બાળકો દ્વારા બળાત્કાર કરવાની ઘટના માં વધારો થતો જોવા મળી રહ્યો છે થોડાક દિવસ પહેલા તિલકવાડા તાલુકામાં સગીર બાળકી ઉપર સગીર બાળકે બળાત્કાર કર્યા ની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી અને હાલમાં ડેડીયાપાડા તાલુકામાં પણ આવી ઘટના સામે આવી છે જેમાં સગીર બાળકી ઉપર સગીર બાળકે બદકામ કર્યું અને તેના મિત્રો એ આ કામ માં તેને મદદ કરી હતી

    પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના એક ગામની લગભગ ૧૨ વર્ષીય સગીર બાળકી કે જે તેના પરિવારજનો સાથે લગ્ન પ્રસંગમા ગયેલ તે વખતે સગીરા ને કુદરતી હાજતે જવાનુ થતા તે કુદરતી હાજતે જવા માટે નિકળેલ ત્યારે ત્રણ સગીર બાળકો બળજબરીપુર્વક તેને પકડી અપહરણ કરી એકાંતમાં ખેચી લઇ એક સગીર બાળકે તેનું મોઢુ દબાવી રાખી તથા બીજા બાળકે તેનો હાથ પકડી રાખેલ અને મુખ્ય આરોપી બાળકે તેની સાથે બળજબરીથી શરીર સબંધ બાંધી બળાત્કાર કરી તથા ભોગ બનનાર બાળકી અનુસુચિત જનજાતીની હોવાનુ જાણવા હોવા છતા ભોગ બનનારનુ મોઢુ દબાવી રાખી જાતીય હુમલો કરી આ ત્રણેય બાળકો એ સગીરા ને મારી નાખવાની ધાક ધમકી એક બીજાની મદદગારી કરી ગુનો કરતા પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 થોડાક દિવસ પહેલા પણ તિલકવાડા તાલુકામાં એક સગીરા પર સગીર બાળકે વારંવાર બદકામ કરી સગીરા ને ગર્ભવતી બનાવી ત્યારબાદ સગીરા એ બાળકને જન્મ આપ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.આમ મોબાઈલ યુગ માં લબરમુછીયા બાળકો પણ સંગીન ગુના કરતા ખચકાતા નથી.


 

(10:33 PM IST)