<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ:ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ મોડાસાના ટીંટોઈ પંથકમાં વરસાદ ખાબક્યો

ધોમધખતા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં લોકોને ઉકળાટથી રાહત મળી મોડાસા શામળાજી હાઈવે પર વરસાદ પડતાં. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છહતો. ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોમધખતા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં લોકોને ઉકળાટથી થોડી રાહત મળી હતો. મોડાસાના ટીંટોઈ પંથકમાં પણ વરસાદ ખાબક્યો હતો. મોડાસા શામળાજી હાઈવે પર વરસાદ પડતાં. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હકા, વિઝિબીલિટી ઘટતાં લોકો હેડ લાઇટ શરૂ કરીને વાહન ચલાવતાં જોવા મળ્યા હતા.

(12:24 AM IST)