<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

શક્તિપીઠ અંબાજી પણ બનશે પ્લાસ્ટિક મુક્ત :હવે ભાવિકોને કપડાની થેલીમાં મળશે પ્રસાદ

યાત્રીકને થેલી વેન્ડિગ મશીન મારફતે મળશે તેના માટે 5 રૂપિયા ચાર્જ ચુકવવાનો રહેશે: અંબાજીમાં બે ઠેકાણે ઓટોમેટિક પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મુકાયા

અંબાજીમાં અત્યાર સુધી તમે જે પ્રસાદ પ્લાસ્ટિકની થેલીમાં લેતા હતાં એ હવે કપડાની થેલીમાં મળશે. હવે શક્તિપીઠ અંબાજી પણ પ્લાસ્ટિક મુક્ત બનશે. અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા હવે આ યાત્રાધામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નવા આયોજન મુજબ યાત્રીકે આ થેલી વેન્ડિગ મશીન મારફતે મેળવવાની રહેશે અને તેના માટે 5 રૂપિયા ચાર્જ ચુકવવાનો રહેશે, અંબાજીમાં બે ઠેકાણે ઓટોમેટિક પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મુકવામાં આવ્યા છે જેમાં લોકો ખાલી બોટલો નાખી જાતે ક્રશ કરી શકશે. તેના માટે કોઇપણ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવશે નહીં.


 

(9:11 PM IST)