તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Thursday, 9th May 2024
સાબરકાંઠાથી આવેલા પરિવારની પોઇચા ભાઠામાં મૂકેલી ગાડીમાંથી શું ૯૦,૫૦૦ ના સામાનની ચોરી
પરિવાર નર્મદા સ્નાન કરવા પોતાની ફાયર વ્હીલ ગાડી મૂકી ગયા બાદ કોઈએ રોકડ, મોબાઈલ સહિતની વસ્તુ ચોરી લીધી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લામાં અનેક પ્રવાસન સ્થળો આવેલાં છે જ્યાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે પરંતુ પોઇચા નદી કિનારે અવાર નવાર પ્રવાસીઓ ના સામાનની ચોરીની ઘટના બને છે અને હાલમાં પણ એક પ્રવાસીના સામાનની ચોરી થતાં ફરિયાદ થઈ છે
મળતી માહિતી અનુસાર મીહીરકુમાર અતુલભાઇ પટેલ( રહે. મોઢુકા તા.તલોદ જી. સાબરકાંઠા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તા.૦૮/૦૫/૨૦૨૪ ના દિવસે પોઇચા ભાઠામાં તેમની ફોર વ્હીલ ગાડી નંબર જી.જે. ૦૯.બી.કે.૧૨૪૭ માં મુકેલ મારો મોબાઇલ વન પલ્સ ૭ પ્રો કી.રૂ.૧૫,૦૦૦ તથા તેમના પત્ની ભુમીકાબેન નો મોબાઇલ વન પ્લસ ૧૦ ટી કી.રૂ. ૨૦,૦૦૦ તથા નોકીયા કંપનીની સાદો મોબાઇલ કી.રૂ.૫૦૦ તથા રોકડા રૂપીયા ૧૦,૦૦૦ તથા તેમના સાળા ચિરાગકુમારનો મોબાઇલ નોટ ટેન પ્લસ કી.રૂ.૧૫,૦૦૦ નો તથા રોકડા રૂપીયા ૧૫,૦૦૦ તથા ત્રણ એ.ટી.એમ તથા બે ક્રીડીટ કાર્ડ,આધાર કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ,તેમજ કાળા કલરની બેગમાં મુકેલ જરૂરી દસ્તાવેજો તથા સાળાની પત્ની ભાર્ગવીબેન નો કાળા કલરનો આઇફોન એક્સ.આર. કી.રૂ.૧૫,૦૦૦ મળી કુલ કી.રૂ. ૯૦, ૫૦૦ ના મતાની કોઇ ચોરી કરી લઇ જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળ માં આ જગ્યા પર તેમજ કેવડીયા તરફ કેટલાક પ્રવાસીઓ નો ફોર વ્હીલ ગાડી માંથી સામાન ચોરી થયા ની ઘટના બની છે ત્યારે અમુક ચોક્કસ દિવસે ત્યાં પોલીસ બંદોબસ્ત મુકાઈ તો પ્રવાસીઓ લૂંટાતા બંધ થઈ શકે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
