તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Thursday, 9th May 2024
ત્રણ દિવસ પહેલાં દીપડાએ યુવાનને ફાડી ખાધા બાદ વન વિભાગ જાગ્યું: તિલકવાડા તાલુકાના વંઢ વિસ્તારમાં દીપડાને પકડવા 10 જેટલા પાંજરા મૂકાયાં
ઘણા સમયથી પશુઓને શિકાર બનાવતા દીપડાને પકડવા વન વિભાગ સત્વરે જાગી પાંજરા ગોઠવ્યા હોત તો એક યુવાનનો જીવ બચી જાત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વંઢ ગામે તબેલા પાસે સુતેલા યુવાનને દીપડાએ ફાડી ખાધા બાદ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. દીપડો નરભક્ષી બની ગયો હોય બે દિવસ પહેલાં દીપડાએ એક યુવાનને ફાડી ખાધો હતો,લોકો બહાર નીકળતા ગભરાતા હતા ત્યારબાદ વન વિભાગે વંઢ વિસ્તારમાં 10 થી વધુ પાંજરા મૂક્યા હતા.
તિલકવાડાના વંઢ ગામે તબેલા પાસે સુતેલા યુવાનને દીપડાએ ફાડી ખાધા બાદ વન વિભાગે દીપડાને ઝડપી પાડવા માટે પાંજરાની સાથે સાથે કેમેરાઓ મુકયાં છે.
મૂળ રાજસ્થાનથી રોજીરોટી માટે આવેલા અપ્પુસિંગ રાજપૂત પોતાના મિત્રો સાથે દેવલિયા નજીક તબેલા પાસે સુતા હતા ત્યારે રાત્રિ દરમિયાન દીપડાએ તેના ઉપર હુમલો કરી ગળા ના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે વન વિભાગ પણ સફાળુ જાગ્યું હતું અને તાત્કાલિક આ તફના વિસ્તારમાં દીપડાને પકડવા દસ જેટલા પાંજરા મૂકવામાં આવ્યા હતા. તે ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કેમેરા પર લગાડવામાં આવ્યા છે.જોકે તિલકવાડા તાલુકાના અનેક ગામોમાં લાંબા સમયથી દીપડાનો આતંક વધતા લોકો ઘરોની બહાર નીકળતાં ગભરાઈ રહયાં હતાં પરંતુ અત્યારસુધી દીપડા પશુઓ ને શિકાર બનાવતા હતા અને હાલમાં એક યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા બાદ વન વિભાગ કુંભકર્ણ ની નિંદ્રા માંથી જાગ્યું અને પાંજરા મૂક્યા જો વન વિભાગે સત્વરે પાંજરા મૂકી દીપડા ને પકડ્યો હોત તો કદાચ એક યુવાનનો જીવ બચી જાત..હવે તિલકવાડા તાલુકાના લોકો દીપડો પાંજરે પુરાય તેવી રાહ જોઈ રહ્યા છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
