<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

વંથલીના સિક્‍લીગર ગેંગના સન્‍નીસિંગે બનેવી સાથે વડોદરામાં એક કલાકમાં મંગલસૂત્ર, ૩ ચેન ખેંચી જે સ્‍પીડ કરી તે સામે ડબલ સ્‍પીડથી ઝડપી લેવાયા

જૂનાગઢ એસપી તરીકે હર્ષદ મહેતા હોવાથી સૌરાષ્‍ટ્રના જુનાગઢ પંથકના વંથલીના આ ચાલક અપરાધી દ્વારા પોતાના સાળાની મદદથી વડોદરામાં એક જ દિવસમાં મોટો દલ્લો કમાવવા ચૂંટણીના બીજા દિવસે પોલીસ વહેલી સવારે ઊંઘમાં હશે તેવી તેની વર્ષોના અનુભવ આધારેની જાણકારી અંતર્ગત આખો માસ્‍ટર પ્‍લાન ઘડયો : પણ તે ઊંધો પડયો... : ચાલાક અપરાધીઓ પોલીસની એમ.ઓ.થી વાકેફ હતા પણ વડોદરા સીપી નરસિંહમા કોમાર રાજ્‍યના સહુથી મહેનતુ અને ૧૮ કલાક કામ કરતા આઇપીએસ હોવા સાથે ક્રાઇમ બ્રાંચ અધિકારીઓ અને ટીમ અંગે તે પૂરતુ મૂલ્‍યાંકન કરવામાં નિષ્‍ફળ રહેલા : જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિંહ રાઠોડના નેતૃત્‍વમાં પીઆઇ આર.જી.જાડેજા તથા એચ.ડી.તુવરા ટીમની સરાહનીય કામગીરી

રાજકોટ તા. ૧૦ : જુનાગઢના વંથલી પંથકના કુખ્‍યાત સિકલીગર ગેંગનાં શન્નીસિંગ ટાંક કે જે સૌરાષ્ટ્રના વંથલીના ૪ ગુન્‍હામાં તથા રાજકોટ જિલ્લાના પાટણવાવ સહિતના ગુન્‍હાઓમાં ભૂતકાળમાં પોલીસ ચોપડે ચઢી ગયો છે તેવા  સંખ્‍યાબંધ સ્‍થળે ઘરફોડી, મંગલસૂત્ર લૂંટ સહિતનાં ગુન્‍હાઓ માટે જાણીતા આ અપરાધીએ જુનાગઢ જિલ્લામાં  એસપી તરીકે હર્ષદ મહેતા કે જે રીઢા ગુનેગારો સહિત મિલકત વિરોધી ગુન્‍હાઓના ફરારી આરોપીઓને કોઇપણ ભોગે કટિબદ્ધ છે તે સારી રીતે જાણતા હોવાથી સૌરાષ્‍ટ્ર બહાર કાર્યક્ષેત્ર અજમાવા અને એક જ દિવસમાં મોટો દલ્લો કમાવવા પોતાના  વડોદરા સ્‍થિત સાળાને સામેલ કરી, વડોદરામાં મોર્નિંગ વોકમાં નીકળનાર અને જે બહેનોના ગળામાં મંગળસૂત્ર હોય કે જે પુરૂષોના ગળામાં ચેન હોય તે લૂંટવા માટે ત્‍યાં પહોંચી રેકી કરી પોતાનો માલિકીની બાઈકની નંબર પ્‍લેટ પણ કાઢી નાખી અને પોલીસની કામ કરવાની પધ્‍ધતિથી વાકેફ સાળા બનેવીની જોડીએ મતદાન પછીનો દિવસ પસંદ કર્યો, આનું કારણ એ હતું કે, આ ચાલાક અપરાધી જાણતા હતા કે પોલીસ સવારથી મોડી રાત સુધી ફરજ બજાવી હોવાથી મોર્નિંગ વોક સમયે પોલીસ ગાઢ નિંદ્રામાં હશે એટલે  પોલીસ તપાસ ચાલુ કરશે તે પહેલાં નીકળી જશુ, પણ આ અપરાધીઓનાં બદનસીબે વડોદરા સીપી પદે રાજય પોલીસ તંત્રના ખૂબ મહેનતુ અને સ્‍વચ્‍છ છબી ધરાવતા નરસિંહમાં કોમાર છે.

 આ અપરાધીઓ દ્વારા એક મંગલસૂત્ર અને ત્રણ ચેન ખેંચી લીધા. આમાં એક કોર્પોરેટર પણ હતા, પોલીસ કન્‍ટ્રોલ રૂમને ફોન થયો,અને કંટ્રોલ રૂમે સંબંધક પોલીસ મથક સાથે સૂચના મુજબ પોલીસ કમિશનર નરસિંહમાં કોમારને જાણ કરતા પ્રથમ રિંગે ફોન ઉપાડી મંગલસૂત્રનું મહત્‍વ સમજવા સાથે પોલિસને પડકાર કરવાની હિંમત કરનારને તાકીદે ઝબ્‍બે કરવા ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી યુવરાજ સિંહ જાડેજાને સૂચના આપી અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી કરવા જણાવતા, એસીપી હરપાલસિંહ રાઠોડનાં નેતૃત્‍વમાં પીઆઇ આર જી જાડેજા એચ ડી તુવરાં ટીમ દ્વારા સીસીટીવી ચેક, આ પ્રકારની એમ.ઓ.ધરાવતા અપરાધીઓનાં રેકર્ડ ચેક, વર્ણન, નાકાબંધી કરી અને ચોક્કસ તારણ આધારે આરોપીને ઓળખી મુદ્દામાલ તથા બે તલવાર અને અન્‍ય ગુન્‍હાઓનો મુદ્દામાલ શોધી કાઢ્‍યો છે,

બીજો આરોપી સૌરાષ્ટ્રનો હોવાથી એસીપી હરપાલસિંહ રાઠોડ દ્વારા બન્ને પીઆઇને સૌરાષ્ટ્રની આગવી ઢબે સરભરા કરવા જણાવતા, આ બન્ને અપરાધીઓ કે જે આગવી ઢબની સરભરા અંગે સારી રીતે જાણતા હોય તમામ કબૂલાત આપી. વડોદરા શહેર જે સીસીટીવીથી સુરક્ષિત બનાવાયું છે તે પણ વડોદરાના હાલના સીપી નરસિંહમા કોમારનાં ખૂબ મહત્‍વના પ્રોજેકટ વિશ્વાસ અંતર્ગત કાર્યવાહી થયેલ છે, આમ ખુદ નરસિંહમાં કોમારની દૂરંદેશી અને ક્રાઇમ બ્રાન્‍ચ અધિકારીઓ તથા સ્‍ટાફની જાગૃતિ ફળી છે.

(11:46 AM IST)