News of Friday, 10th May 2024
અમરેલીના સાંસદનો બળાપો : સંનિષ્ઠ કાર્યકર્તાના ભોગે પાર્ટી મોટી ના કરો : કાર્યકર્તાની નારાજગીને લીધે ઓછુ મતદાન

અમદાવાદ, તા.૧૦: અમરેલી સાંસદ નારણ કાછડિયાએ ભાજપ સામે બળાપો કાઢયો છે. સાવરકુંડલા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં પક્ષના કાર્યકરોની લાગણીને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો. નારણ કાછડીયાએ કહ્યું કે, કોંગ્રેસમાંથી સવારે ભાજપમાં આવે, બપોરના સમયે ખેસ પહેરે અને બીજા દિવસે પ્રધાન પણ બની જાય છે. પાર્ટીને મોટી કરવામાં આવે તેની સામે કોઈને વાંધો ના હોય પરંતુ ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તાના ભોગે પાર્ટી મોટી કરવી જોઈએ નહીં.
નારણ કાછડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ૩૫ વર્ષથી બુંગણ પાથરતો કાર્યકર્તા હોય તેની સામે બહારથી આવેલા નેતાને ટિકિટ આપો અને સંનિષ્ઠ કાર્યકર્તા સામે બેઠેલો હોય છે. અમરેલીમાં દોઢ લાખ મત ઓછા પડ્યા છે તેમાં કાર્યકર્તાઓની નારાજગી જવાબદાર છે. ભાજપમાં અનેક મજબૂત ચહેરા હતા, પરંતુ અહીં બોલી ન શકે તેવા ઉમેદવારને ટિકિટ આપીને કાર્યકર્તાઓ સાથે દ્રોહ કર્યો છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
