તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 10th May 2024
ગુજરાતના જુદા-જુદા શહેરમાં CID ક્રાઇમના દરોડા પડ્યા
સુરતમાં આવકવેરા વિભાગના દરોડાઃશંકાસ્પદ વ્યવહારો અને ખાતેદારો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે

અમદાવાદ, તા.૧૦
રાજ્યમાં CID ક્રાઈમ અને આવકવેરા વિભાગના દરોડા પાડ્યા છે. ક્રિકેટ સટ્ટાકાંડ સાથે સંકળાયેલી પેઢીઓ પર CID ક્રાઇમે દરોડા પાડ્યાં છે. જ્યાંથી કરોડોની રોકડ મળી. તો કેટલીક પેઢીમાં શંકાસ્પદ વ્યવહારો થયા હોવાની આશંકા છે.
લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરુ થયાના બે દિવસ બાદ જ રાજ્યમાં આવેલી આંગડિયા પેઢીઓ પર CID ક્રાઈમના દરોડા પડ્યા છે. ગુજરાતના જુદા – જુદા શહેરોમાં મોડી રાત્રે CID ક્રાઈમના દરોડા પડ્યા. CID ક્રાઈમે અમદાવાદ અને સુરતની ૧૧ પેઢીમાં તપાસ હાથ ધરી છે. જેમાં રોકડ, વિદેશી નાણું અને સોના સહિત ૧૫ કરોડથી વધુ રકમ મળી આવી છે. શંકાસ્પદ વ્યવહારો અને ખાતેદારો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મોટા પાયે રોકડ રકમ મળતા CID ક્રાઇમ દ્વારા ઇક્નમટેક્સને જાણ કરાઈ છે.
બીજી તરફ સુરતમાં પણ આવકવેરા વિભાગની દરોડા યથાવત છે. આવકવેરા વિભાગે એશ્વર્યા ડાઈંગ, એસએન ટ્રેડલિંક, આદર્શ કોલ સહિત ૪ કંપનીમાં દરોડા પાડ્યા છે.
ડાઈંગ મિલના માલિક રમેશ ડુમસિયાના પાર્લે પોઈન્ટના ઘરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ૧૦૦થી વધારે અધિકારીઓ તપાસમાં જોડાયા છે.૫૦૦૦ કરોડના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાની આશંકા છે.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
