News of Friday, 10th May 2024
નર્મદા : કણપોર ગામે રેતી હટાવવા બાબતે ઇટ અને દંડાથી હુમલો કરનાર બે શખ્સોની ધરપકડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કણપોર ગામમાં નજીવી બાબતે હુમલો કરનાર બે શખ્શો વિરૂદ્ધ ફરિયાદ થતાં પોલીસે બંનેની અટક કરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રફુલકુમાર રાયજીભાઇ વસાવા( રહે.રાજપીપલા, ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી, મકાન નં.-૮૦ તા.નાંદોદ જી.નર્મદા)નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના મૂળ વતન કણપોર ગામે નવા મકાનનુ બાંધકામ ચાલુ હોય ત્યાં જોવા માટે ગયેલ તે વખતે રાકેશભાઇ ઉર્ફે કાજીયો કનુભાઇ વસાવા(,હાલ રહે.કણપોર) નાએ તેમની પાસે જઈ તમે તમારી રેતી અમારી જગ્યામાંથી ઉઠાવી લો તેમ કહી તેમને તથા તેમના પિતાને ગમે તેમ ગાળો બોલી એક ઇંટ લઇ આવી તેમને માથામાં ડાબા કાન પાસે ઇંટ મારી ઇજા પહોંચાડી તેમજ હિમ્મતભાઇ વેચાતભાઇ વસાવા( રહે.કણપોર )નાએ ઘરમાંથી એક ડંડો લઇ આવી તેમને જમણા પગમાં ઘૂંટણથી નીચે ડંડાના ત્રણ-ચાર સપાટા મારી ફેક્ચર કરી તેમજ તેમને તથા તેમના પિતાને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
