<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

તિલકવાડાના ગંભીરપુરા પાટીયા પાસે ઉભેલી બાઈક ઉપર હાઇવા ટ્રકના તોતિંગ પૈડાં ચઢી જતાં કચ્ચરઘાણ

નર્મદા જિલ્લામાં ફરતા તોતિંગ હાઇવા ટ્રકો અવાર નવાર અકસ્માત કરતા હોય જેથી તેની ઉપર કંટ્રોલ જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ગત રોજ રાત્રિના અંદાજિત 9:00 વાગ્યા ના સમય દરમિયાન તિલકવાડા તાલુકાના ગંભીરપુરા ગામનો યુવક પોતાની મોટરસાયકલ લઈ ગામમાં નીકળ્યા હોય દરમ્યાન દેવલિયા તરફથી એક હાઈવા ટ્રક ના ચાલકે રોડની સાઈડમાં ઊભેલી યુવકની મોટરસાયકલ ઉપર હાઈવા ટ્રક ચડાવી દેતા ગંભીર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં મોટરસાયકલ ગાડીમાં ભારે નુકસાન થયુ હોવાનું જાણવા મળેલ છે. સદનસીબે યુવકને કોઈ ઇજા થઈ નથી

   અત્રે ઉલ્લેખનીય છે કે આજના આધુનિક સમયમાં જ્યારે ટેકનોલોજી વધારો થઈ રહ્યો છે ત્યારે વાહનોનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે તિલકવાડા તાલુકામાં પણ અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે જેમાં ગતરોજ રાત્રિના સમય દરમિયાન તિલકવાડા તાલુકાના ગંભીરપુરા ગામના રહેવાસી દર્શનભાઈ રાજુભાઈ ભીલ જેઓ જમીને પોતાની GJ 22 N 9808 નંબર ની મોટર સાયકલ લઈ ગામના ભાગોળે લટાર મારવા નીકળ્યા હતા આને રોડની સાઈડમાં પોતાની મોટર સાયકલ ઉભી રાખી સાથી મિત્રો સાથે બેઠા હતા તે દરમિયાન એક GJ 17 XX 0792 નંબરની હાઈવા ટ્રક ના ચાલકે પોતાના કબજા ની ટ્રક દેવલીયા ચોકડી તરફથી પુર ઝડપે હકારી લાવી ગંભીરપુરા પાટીયા નજીક આવતા રોડની સાઈડમાં ઊભેલી દર્શનભાઈ ભીલની મોટરસાયકલ ને ટક્કર મારી મોટરસાયકલ ઉપર ગાડીના તોતિંગ ટાયર ચડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ રોડ ની સાઈડ માં ઉભેલી હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલનો કચ્ચરઘાણ થઈ જતા નુકસાન થયું છે. ઘટનાને પગલે દર્શનભાઈ રાજુભાઈ ભીલ તિલકવાડા પોલીસ મથકે જાણ કરી છે અને તિલકવાડા પોલીસે હાઈવા ડમ્પર પોલીસ મથકે લાવી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

(10:02 PM IST)