<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

રાજપીપળા એસટી ડેપો પાસે પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરાતાં લબરમુછીયાઓ માં ફફડાટ

વગર લાઇસન્સ કે લાઇસન્સની ઉંમર પણ નહિ હોવા છતાં બિન્દાસ મોટરસાઇકલ લઈ ફરતા યુવકોને પોલીસે પકડી કાયદેસર પગલાં લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેર માં ટુ વ્હીલર લઈ ફરતા કેટલાક યુવાનો પોતાની પાસે જરૂરી દસ્તાવેજો નહિ રાખી બિન્દાસ ફરતા હોય ક્યારેક આવી સવારી જોખમી કહી શકાય, રાજપીપળા પોલીસ દ્વારા આજરોજ રાજપીપળા એસટી ડેપો પાસે પોલીસે વાહન ચેકીંગ હાથ ધરી પગલાં લેતા લબરમુછીયા બાળકો કે જેમની લાઇસન્સ ની ઉમ્મર પણ નહિ હોવા છતાં બાઈકો લઈ ફરતા હોવાથી પોલીસ ને જોઈ ફફડાટ ફેલાયો હતો.
રાજપીપળા પોલીસ એસટી ડેપો પાસે વાહન ચેકીંગ કરે એ જરૂરી છે પરંતુ ખાસ તો દરબાર રોડ સહિત કેટલીક જગ્યાઓ પર ચાલતા ટ્યુશન ક્લાસો તેમજ સ્કૂલો પર આવતા નાના નાના બાળકો કે જેઓ બાઈક લઈ પૂરપાટ જતા હોય છે માટે ત્યાં પણ પોલીસ ચેકીંગ જરૂરી બન્યું છે. આજે એસટી ડેપો પાસે ચેકીંગ માં ઊભેલી પોલીસે કેટલાક યુવકો ને પકડી કાયદેસર પગલાં લીધા હતા.

(10:03 PM IST)