તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
હજુ બે દિવસ મીની વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ પડશે
ગઇકાલે રાજકોટ સહિતના રાજયના અનેક વિસ્તારોમાં તોફાની પવન ફુંકાયોઃ તો અમુક સ્થળોએ વરસાદ પણ પડયો : હવામાન નિષ્ણાંતો કહે છે આ પ્રિ-મોન્સુન એકટીવીટી છે, થન્ડર સ્ટોર્મના રૂપમાં રાજયમાં વરસાદ પડી રહયો છે

રાજકોટ : ગઇકાલથી રાજયમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. સમી સાંજે રાજયના અનેક શહેરોમાં મીની વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ પડયો હતો. હવામાન શાષાીઓના જણવ્યા મુજબ હજુ આજે અને આવતીકાલે પણ બપોર બાદ તોફાની પવન ફુંકાશે તો અમુક જગ્યાએ ધુળની ડમરીઓ ઉડશે, વરસાદ પણ પડી શકે છે.
છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આકરા તાપ સાથે ઉકળાટ બફારો પ્રવર્તી રહયો છે. દરમિયાન ગઇકાલે સાંજે એકાએક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વાદળો છવાઇ ગયા હતા અને તોફાની પવન ફુંકાતા હતા. તો રાજયના અનેક શહેરોમાં વરસાદ પણ પડી ગયોહ તો.
તો રાજકોટમાં પણ આવું જ વાતાવરણ સર્જાયુ હતુ. સાંજથી મોડીર ાત સુધી તોફાની પવન ફુંકાયા હતા. વરસાદ તો પડયો નહતો પણ છાંટા પડયા હતા.
હવામાન શાષાીઓ જણાવે છે કે હજુ બે દિવસ રાજયમાં પવન અને ગાજવીજ સાથે રાજયના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે.
રાજકોટ, ભાવનગર, સહિત રાજયમાં અન્ય જગ્યાએ વરસાદ પડવાનો છે. પવન સાથે વરસાદની શકયતા છે. જયાં વરસાદ પડશે ત્યાં ભારે પવન પણ ફુંકાશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં વરસાદ પડી રહયો છે તેની સિસ્ટમ મહારાષ્ટ્રમાં બની છે. આ પ્રિ-મોન્સુન એકિટવિટી થઇ રહી છે. જે થન્ડર સ્ટોર્મના રૂપમાં રાજયમાં વરસાદ પડી રહયો છે. આજે અને આવતીકાલે પણ પવન ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે. કચ્છમાં પણ વરસાદની સંભાવના છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
