<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

SGVP રીબડાને આંગણે સત્સંગ બાલ શિબીર માં જોડાતા 215 બાલ બાલિકાઓ

રાજકોટ તારીખ ૧૪  શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલ કૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં SGVP રીબડા, રાજકોટને આંગણે, સત્સંગ બાલશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ રીબડા, રિબ, ગુંદાસરા, વગરે ગામોમાં૨૧૫થી વધુ બાલ-બાલિકાઓ જોડાયા છે.
બાળકોને સત્સંગ સભર સદાચારી સાત્વિક જીવન ધોરણ, પૂજા પાઠ, ઘોડેસ્વારી, સ્વિમિંગ, સવાર-સાંજની ધાર્મિક કૌટુંબિક દિનચર્યા વગરે સાથે શારીરિક અને માનસિક વિકાસને લગતી ક્રિકેટ, ફૂટબાલ, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ વગેરે આઉટ-ડોર અને ચેસ જેવી ઇન-ડોર રમતો શિખડવામાં આવે છે.
આ ઉપરાંત ભારતીય પરંપરાના વિવિધ ઉત્સવો, ઠાકોરજીને અભિષેક, વહેલી સવારે પ્રભાત ફેરી, વગરેમાં શિબિરાર્થી બાલ-બાલિકાઓ ભાગ લઈ રહ્યા છે.
આ શિબિર ની વ્યાવસ્થા ધર્મવત્સલ સ્વામી, હરિનંદન સ્વામિ, ઋષિકેશ સ્વામી, વગરે સંતો સંભાળી રહ્યા છે. તેમ કનુભાગતે જણાવ્‍યું છે.

(1:40 PM IST)