<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

સુરતમાં એશ્વર્યા ગ્રુપમાં ૫ દિ' સતત દરોડા : ૪૦૦ કરોડની બેનામી સંપતિ મળી

સુરત, તા.૧૪: સુરતમાં સતત ૫ દિવસ સુધી આવક વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્‍યા હતા. એશ્વર્યા ગ્રુપના ત્‍યા દરોડા ચાલુ હતા. અને પાચ દિવસમાં એશ્વર્યા ગ્રુપના ત્‍યાથી ૪૦૦ કરોડના દસ્‍તાવેજો મળી આવ્‍યા છે. અને તેમના ઉપર દરેક દસ્‍તાવેજો દરોડા વિભાગ દ્વારા જપ્ત કરી તેની આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સુરત શહેરમાં છેલ્લા પાંચ દિવસથી સૌથી મોટી કંપની એશ્વર્યા ગ્રુપના ત્‍યા છેલ્લા પાંચ દિવસથી આવક વિભાગ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. અને તેમના ત્‍યા આવકવિભાગની ટીમ ૧૦૦ જેટલા સ્‍ટાફ પ અલગ અલગ સ્‍થળે જઈને દરોડા પાડી રહ્યા હતા. અને એશ્વર્યા ગ્રુપ દ્વારા ૪૦૦ કરોડના બેનામી સંપતિના દસ્‍તાવેજો મળી આવ્‍યા છે. આવકવિભાગ દ્વારા જપ્ત કરી તેના સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ  કરી દીધી છે.

આવકવેરા વિભાગને ત્‍યાથી તેમને ૨૦ બેંકનો લોકર મળી આવ્‍યા હતા, ૪ કરોડ રૂપિયા રોકડા, અને દાગીનાએ મળી આવ્‍યા હતા. તેના દ્વારા આવક વિભાગ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. અને આવક વિભાગ દ્વારા સુરત શહેરમાં નહી ગુજરાતના મોડા ભાગના ના શહેરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

એશ્વર્યા ગ્રુપ દ્વારા જે પ્રકારના દસ્‍તાવેજો મળી આવ્‍યા છે. તે પ્રમાણે આવક વિભાગ દ્વારા જમીન લે વેચ, શેર માર્કેટના રોકાણો, વગેરેની તપાસ કરવામાં આવી રહી છે. અને જે પ્રકારની બેનામી સંપતિ છે તેની પણ તપાસ કરવામાં આવશે.

(3:05 PM IST)