<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ગુરૂવાર સુધી વરસાદ, વીજળી, વાવાઝોડાનું જોખમઃ દર બે કલાકે જિલ્લાવાર રીપોર્ટ મંગાવતી સરકાર

ગઇકાલે રાજયમાં વીજળી અને ઝાડ પડવાથી ૪૩ પશુઓના મૃત્‍યુ

રાજકોટ, તા., ૧૪: રાજયમાં ગઇકાલથી વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યો છે. અનેક વિસ્‍તારોમાં કમોસમી વરસાદ, વીજળી, વાવાઝોડાના કારણે જનજીવન પર ઉંડી અસર થઇ છે. હજુ તા.૧૬ સુધી આવુ વાતાવરણ રહેવાની આગાહી હોવાનું જાણવા મળે છે.

રાજયના મુખ્‍ય સચિવે કુદરતી પરિસ્‍થિતિ સંદર્ભે પુર્વ સાવચેતીના પગલા લેવા ગઇકાલે તમામ કલેકટરો સાથે વિડીયો કોન્‍ફરન્‍સ યોજી હતી. સરકાર દર બે કલાકે તમામ જીલ્લાઓમાંથી પરિસ્‍થિતિનો અહેવાલ મંગાવી રહી છે. કેટી જેવા બાગાયતી પાક પર વિશેષ જોખમ છે. ગઇકાલે કમોસમી વરસાદથી જસદણ તાલુકામાં ર, ગાંધીનગર તાલુકામાં ૧, થાનગઢમાં ૩, અમરેલી તાલુકામાં ર૯ સહીત કુલ ૪૩ પશુઓના મૃત્‍યુ થયેલ. ૮ મકાનોમાં નુકશાન થયું હતું. અનેક જગ્‍યાએ વૃક્ષો પડી ગયા છે.

(4:15 PM IST)