તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
ડાંગ જિલ્લાના વઘઇના જુના આરટીઓ ચેકપોસ્ટ પાસે ટેમ્પોની બ્રેક ફેઇલ થતા મકાનમાં ઘુસી ગયો
પ્રોટેકશન વોલ માટે વારંવાર રજૂઆત છતાં તંત્રએ કોઇ કાર્યવાહી ન કરી

ડાંગ: ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇના જુના આરટીઓ ચેકપોસ્ટ નજીક ગંભીર અકસ્માત સર્જાયો. ટામેટા ભરેલી ટ્રક વહેલી સવારે 3 વાગ્યે ઘરમાં ઘૂસી ગઈ હતી, જેથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
ડાંગ જિલ્લામાં અવરનવર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇના જુના આરટીઓ ચેકપોસ્ટ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો.
નાશિકથી ટામેટા ભરી રાજપીપળા જતા GJ 22 U 3160 નંબરના ટેમ્પાની બ્રેક ફેઇલ થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાપુતારા તરફથી આવતા ટેમ્પાની વઘઈના જુના આરટીઓ ચેકપોસ્ટ નજીક બ્રેક ફેઇલ થતાં બેકાબુ બનેલ ટેમ્પો દિવ્યેશ ભાઈ પટેલના મકાન માં ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો.
મળસ્કે 3 વાગ્યે ટેમ્પો ઘરમાં ઘુસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘરના સભ્યો બાજુના મકાનમાં હોવાથી સદનસીબે જાનહાનિ ટળી હતી. પરંતુ ટેમ્પા અને ઘરને મોટુ નુકસાન થયું હતું.
ડ્રાઈવર અને કંડક્ટરને પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, ઘરના માલિકે તંત્રને પ્રોટેક્શન વોલ બનાવવા માટે અવારનવાર રજુઆતો કરી છે, છતાં કોઈ ધ્યાને લેવાતું નથી.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
