તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
બાલાસિનોર તાલુકાના પાંડવા ગામે ટીંબા રોડ પર આવેલ ડુંગર ખોદીને ગેરકાયદે બાંધકામ કરનાર ઈસમને તંત્રએ નોટિસ ફટકારી

બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના પાંડવા ગામ ખાતે ટીંબા રોડ પર આવેલા ડુંગર ખોદીને ગેરકાયદેસર બાંધકામ કરનાર ઈસમ સામે તંત્રએ પંચકેસ કરીને નોટિસ ફટકારી હતી. બાલાસિનોર તાલુકાના પાંડવા સીમમાં ટીંબાના મુવાડા જવાના રસ્તા ઉપર, જીઈબી સબસ્ટેશનની સામેની બાજુમાં સરકારી જમીનમાં ડુંગરમાં ભીખાભાઈ ખાનાભાઈ માયાવંશીએ ગેરકાયદેસર રીતે જમીનનો કબજો કરી જમીન પચાવી પાડવાનું તથા ગેરકાયદેસર રીતે માટી કાઢવાની પ્રવૃત્તિ કરવા બાબતની જિતેન્દ્રકુમાર અમીન દ્વારા બાલાસિનોર નાયબ કલેકટરને લેખિતમાં અરજી કરાઈ હતી. જે સંદર્ભે આજે પાંડવા ગામના તલાટી અને વહીવટદાર દ્વારા સ્થળ તપાસ કરી પંચકેશ કરાયો હતો. જેમાં પાંડવા ગામના ડુંગર પર ગામના ભીખાભાઇ માયવંશી દ્વારા ડુંગર ખોદીને ૮૮.મીટર લંબાઈ અને ૨૨ મીટર પહોળાઈ તેમજ પાકા બાંધકામની ૧૦.મીટર પહોળાઈ અને ૭ મીટર ઊંચાઇવાળુ બાંધકામ કરી આગળ બીમ કોલમ કાઢી, પાણી સંગ્રહ કરવાની ટાકી બનાવી છે. તેમજ બાંધકામના માલસામાન સંગ્રહ માટે છાપરું બનાવેલ છે જે બાબતે પંચકેશ કરી ગેરકાયદેર કબજો કરનાર ઈસમને નોટિસ ફટકાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
