તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
માણસાના આંબા તળાવ નજીક ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી પાંચ શકુનિઓની ધરપકડ કરી

માણસા : માણસા શહેરમાં આવેલ આંબા તળાવની પાછળ નાળિયામાં ગઈકાલે સાંજે ખુલ્લામાં નીચે બેસી પાના પત્તામાં જુગાર રમતો હોવાની બાતમી આધારે માણસા પોલીસે આ જગ્યા પર જઈ રેડ કરતા અહીં જુગાર રમી રહેલા પાંચ ઇસમોને ૧૦,૩૩૦ રૃપિયાની રોકડ રકમ સાથે ઝડપી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. માણસા પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે માણસા શહેરમાં આવેલ આંબા તળાવની પાછળના નાળિયામાં ખુલ્લી જગ્યામાં નીચે બેસી કેટલાક ઈસમો તેમના અંગત આથક લાભ સારું પાના પત્તાનો હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે જે બાતમી ના આધારે પોલીસે આ જગ્યા પર જઈ દૂરથી જોતા પાંચ ઈસમો નીચે બેસી પાના પત્તાનો જુગાર રમી રહ્યા હતા જેમને પોલીસે કોર્ડન કરી ઝડપી તેમની પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ(૧) નરસિંહભાઈ લક્ષ્મણભાઈ પટેલ(૨) ભુપતભાઈ મુરાભાઈ મારવાડી(૩) જયંતિજી દોલાજી ઠાકોર (૪) અજયભાઈ દશરથભાઈ દંતાણી(૫) તેજસકુમાર મનોજભાઈ બાવચા તમામ રહે.માણસા જણાવ્યું હતું અને પોલીસે જ્યારે તેમની તલાસી લેતા તેમની પાસેથી રોકડ રકમ રૃપિયા ૮૬૧૦ તેમજ દાવ પર મુકેલ ૧૭૨૦ રૃપિયા રોકડા મળી કુલ રૃપિયા ૧૦,૩૩૦ સહિત નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા પાંચે વિરુદ્ધ માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
