<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની સંભાવના :17મી પછી જોર ઘટશે : કાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના

-- દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, ભાવનગર અને નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની સંભાવના

અમદાવાદ :ગુજરાતમાં ગઈકાલથી હવામાનમાં બદલાવ જોવા મળ્યો છે. ગઈકાલે સાંજથી રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજથી 17 મે સુધી કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

   રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાતે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ મેઘ ગર્જનાની ચેતવણી આપવામાં આવી છે

  આવતીકાલે 15 મેના રોજ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, ભાવનગરમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની સંભાવના છે.

  16 મેના રોજ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવા વરસાદની સંભાવના છે. 17 મેના રોજ ડાંગ, નવસારી અને વલસાડમાં હળવા વરસાદની સંભાવના છે.

આજે બપોરે 2 વાગ્યા સુધી સૌથી વધુ સાગબારા તાલુકામાં 13 mm વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુર અને ક્વાંટમાં 5-5 mm વરસાદ ખાબક્યો હતો. દાહોદમાં 3 mm વરસાદ પડ્યો હતો. ઈડર, ઝાલોદ અને ગરબાડામાં 1-1 વરસાદ ખાબક્યો હતો.

(6:52 PM IST)