<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

સુરતમાં ૨૧૦ ટ્રાફિક સિગ્નલો પર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ કાર્યરત કરાઈ

વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવશેઃસુરત ટ્રાફિક પોલીસે વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે ઝુંબેશ શરૃ કરી દીધી છે

સુરત,તા.૧૪

સુરત શહેર ટ્રાફિક શાખા અને કોર્પોરેશનના  સંકલનથી શહેરના ૨૧૦ ટ્રાફિક જંક્શનો પર એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ કાર્યરત કરાઈ છે, ટ્રાફિક પોલીસ શહેરના રસ્તાઓ પર વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવશે. આ માટે સુરત ટ્રાફિક પોલીસે વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે ઝુંબેશ શરૃ કરી દીધી છે.

૨૧૦  સિગ્નલો પર ફરજિયાત ૨૦ સેકન્ડ ઉભું રહેવું પડશે. હવેથી ઝેબ્રા ક્રોસિંગ, સિગ્નલ તોડશો, સિટ બેલ્ટ કે હેલમેટ નહીં હોય તો ટ્રાફિક પોલીસ કડક હાથે કામગિરી કરશે, આગામી દિવસમાં જો કોઈ વાહન ચાલક ટ્રાફિક સિગ્નલ તોડી ભાગશે તો ટ્રાફિક પોલીસ તેને સીસીટીવી કેમેરા દ્વારા ઈ-ચલણથી દંડની કાર્યવાહી કરશે.

ટ્રાફિક પોલીસે પાલિકા સાથે સંકલન કરી શહેરમાં ૨૧૦  સિગ્નલો પર ટાઈમર સેટ કરી દીધા છે અને જે સિગ્નલો પર જે પ્રકારનું ટ્રાફિક ભારણ હોય તે પ્રકારનું ટાઈમિંગ સેટ કરવામાં આવ્યું છે, ઉલ્લેખનીય છે કે  સુરત શહેર પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી.

(7:42 PM IST)