<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

સુરતીઓને ગરમીમાં પાણીની મોટી મોકાણ

લીકેજની કામગીરી શરૃ કરવામાં આવી:સુરતમાં મુખ્ય લાઈનમાં લીકેજના કારણે ત્રણ ઝોનના ૧૦ લાખથી વધુ લોકોને પાણી તકલીફ પડશે

 

 

સુરત,તા.૧૪

ગરમીના માર સામે પાણી ખૂબ જરૃરી છે રાજયમાં હાલ ગરમીનો પારો ૪૧ ડિગ્રીથી પણ ઉપર જઇ રહ્યો છે. કાળજાળ ગરમી સાથે સુરતવાસીઓને આવા સમયે વધુ એક સમસ્યાનો સામનો કરવો પડશે. મુખ્ય લાઇન લીકેજ હોવાથી સુરતના ત્રણ ઝોનમાં પાણી કાપ રહેશે.

રિપેરિંગના પગલે શહેરના વરાછા, સરથાણા અને ઉધના સહિતના વિસ્તારોમાં રહેતા લોકોને પાણી કાપનો સામનો કરવો પડશે. સીમાડા-વીટી નગર પાસે મુખ્ય લાઈનમાં લીકેજની કામગીરી શરૃ કરવામાં આવી છે. વાલક ઈન્ટેકવેલથી સીમાડા વોટર પ્લાન્ટ જતી લાઈનમાં લીકેજ હોવાનું માલુમ પડતા તેનું સમારકામ કરવામાં આવશે. જેના કારણે લોકોને પાણીકાપનો સામનો કરવો પડશે.

આ પાણીકાપના કારણે શહેરના ત્રણ ઝોનના ૧૦ લાખથી વધુ નાગરિકોને અસર થશે. ડ્ઢય્ફઝ્રન્ના સીમાડા ફિડરનું સવારે ૧૦થી બપોરે ૨ વાગ્યા સુધી શટડાઉન રહેશે. સીમાડા ફિડરના શટડાઉનના કારણે વીજ પુરવઠો પણ બંધ રહેશે. સુરતીઓને પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને અપીલ કરી છે.

(7:46 PM IST)