તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
મહીસાગરના 70 વર્ષના વૃદ્ધે બીજા લગ્ન કર્યાં:ઘડપણમાં સેવા કરનાર કોઈ ના હોવાથી ફરી વખત સંસાર માંડ્યો
ખાનપુરના અમેઠી ગામે 70 વર્ષીય સાયભાભાઈ ડામોરના પત્નીનું બે વર્ષ પૂર્વે અવસાન થયું : સાયબાભાઈએ 60 વર્ષીય કંકુંબેન સાથે લગ્ન બીજા લગ્ન કર્યા: આખું ગામ હોંશે હોંશે જોડાયું: DJના તાલે લોકોએ તેમને ખબે બેસાડી ખૂબ નાચ્યાં

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના 70 વર્ષના વૃદ્ધે આ ઉંમરમાં બીજા લગ્ન કરતાં ચર્ચામાં આવ્યા છે. 70 વર્ષીય વૃદ્ધે 60 વર્ષીય વૃદ્ધા સાથે લગ્ન કરી નવો સંસાર માંડ્યો છે.
વિગતો મુજબ, ખાનપુર તાલુકાના અમેઠી ગામે લગભગ 70 વર્ષીય સાયભાભાઈ ડામોરના પહેલા પત્નીનું બે વર્ષ પૂર્વે અવસાન થઇ ગયું હતું. જે બાદ સાયબાભાઈએ 60 વર્ષીય કંકુંબેન સાથે લગ્ન બીજા લગ્ન કર્યા છે.
એટલું જ નહિ સાયબાભાઈના લગ્નમાં આખું ગામ હોંશે હોંશે જોડાયું હતું અને DJના તાલે લોકોએ તેમને ખબે બેસાડી ખૂબ નાચ્યાં હતા. સાયભાભાઈ ડામોરે આજે ગામમાં સામાજિક રીતે લગ્ન કરી જમણવાર રાખ્યું હતું.
સાયભાભાઈના પહેલા પત્નીના અવસાન બાદ દાદાએ તેમની એકની એક પુત્રીને પરણાવી દીધી અને તેને પણ સંતાનોના સંતાનો થઇ ગયા છે. જેના બાદમાં સાયભાભાઈ એકલવાયું જીવન જીવવા મજબૂર બન્યા હતા. ઘડપણમાં સેવા કરનાર કોઈ ન હોવાથી સાયભાભાઈએ ફરી એકવાર બીજા લગ્ન કરી સંસાર માંડવાનો નિર્ણય લીધો હતો અને આજે બીજા લગ્ન કર્યા છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
