તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
રાજપીપળા GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ માં નર્સિસ ડે ની ઉજવણી કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ની GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે નર્સિસ ડે ની ઉજવણી કરવામાં આવી, સ્મિતા પટેલ, નાયબ નર્સિંગ અધિક્ષક અને નર્સિંગ સ્ટાફ દ્વારા આ ઉજવણી કરવામાં આવી, જેમાં ડો. દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય નાંદોદ, ડીન ,એડી. ડીન, ડો.હરેશ કોઠારી અને ડો.આરતી શર્માની ઉપસ્થિતિમાં નર્સિસ ડે ની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. જેમાં નર્સિંગ સ્ટાફ દ્વારા આદિવાસી નૃત્ય,ગરબા અને ફેશન શો રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત નર્સિસ વિક દરમિયાન યોજવામાં આવેલી હરીફાઇ ના વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
