તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
આકરી ગરમીમાં ડેડીયાપાડા મામલતદાર કચેરીમાં કામ અર્થે ગયેલા આધેડને ચક્કર આવતા મોત
ગરમી ના કારણે હાર્ટએટેક આવ્યો હોવાનું પુત્રનું અનુમાન

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં ઘણા દિવસોથી ખતરનાક ગરમી પડે છે જોકે સોમવારે સાંજે અચાનક વરસાદ પાડ્યા આંશિક ઠંડક થઇ હતી પરંતુ સોમવારે બપોરે ડેડીયાપાડા મામલતદાર કચેરી ખાતે કામ અર્થે ગયેલા આધેડને અચાનક ચક્કર આવતા મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સાજનભાઇ અરવિંદભાઇ તડવી( રહે-ડાભવણ તળાવ ફળીયુ, તા.દેડીયાપાડા જી-નર્મદા )નાઓ એ પોલીસમાં જાણ કર્યા મુજબ અરવિંદભાઇ ઉમેદભાઇ તડવી (ઉ.વ.આ.૫૫)( રહે-ડાભવણ તળાવ ફળીયુ તા.દેડીયાપાડા જી-નર્મદા)નાઓ સોમવારે તેમના કામ અર્થે દેડીયાપાડા મામલતદાર ઓફિસે આવેલ હતા અને તેમની તબીયત અચાનક ખરાબ થતા મામલતદાર ઓફિસના ગેટ પાસે ચક્કર આવવાથી જમીન ઉપર પડી જતા તેમને તાત્કાલીક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમા બેસાડી સરકારી હોસ્પીટલ દેડીયાપાડા ખાતે લઇ ગયેલ તેમને ફરજ ઉપરના ડોક્ટરે તપાસી મૃત જાહેર કરતાં ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.જોકે પોલીસ ને જાણ કરનાર તેમના પુત્ર સાજન ભાઈ ના જણાવ્યા મુજબ વધુ પડતી ગરમીના કારણે તેમને એટેક આવ્યો હોય માટે આવુ બન્યું છે તેવું અનુમાન તેમણે લગાવ્યું હતું.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
