તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
ડેડીયાપાડા તાલુકામાં સગપણ બાદ આવતા વર્ષે લગ્ન કરવાનું નક્કી થતા યુવતી એ ઝેરી દવા પી આપઘાત કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં સગપણ બાદ આવતા વર્ષે લગ્નનું નક્કી કરતા યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે
મળતી માહિતી અનુસાર પરસોત્તમભાઇ હીરાભાઈ વસાવા(રહે.સોલીયા મંદિર ફળીયુ, તા.દેડીયાપાડા જી. નર્મદા )નાઓ એ.પોલીસને જાણ કર્યા મુજબ કનબુડી આમે મરનાર હેતલબેન પરસોત્તમભાઇ વસાવા (ઉ.વ.૨૨)( રહે.સોલીયા મંદિર ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓનું નરેન્દ્રભાઇ ગોપાળભાઇ વસાવા રહે.કનબુડી તા.દેડીયાપાડા નાઓ સાથે સગપણ કરેલ જેથી તેઓ નરેન્દ્રભાઇના ઘરે રહેવા માટે ગયેલ ત્યાં આ બંનેનું લગ્ન આવતા વર્ષે કરવાનું નક્કી થયું.જેને કારણે હેતલબેનને મનમાં લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન હેતલબેનનું મોત થતા દેડિયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
