<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના રાજપરા ગામે દીપડા અને કપિરાજ નો આતંક

રાજપરા ગામમાંથી દીપડો વાછરડાનો મારણ કરી જતા ગ્રામજનોમાં ભારે ફાફડાટ :ગામમાં કપિરાજએ પણ આતંક મચાવ્યો, એક બાળક સહિત બે મહિલા ઉપર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા:નર્મદા વન વિભાગ ત્વરિત જ પાંજરા ગોઠવી દિપડા સહિત કપિરાજ ના ત્રાસ અને ભયથી મુકત કરાવે તેવી લોક માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના રાજપરા ગામમાં છેલ્લા કેટલાક સમયથી લોકો ભયના ઓથા હેઠળ જીવી રહયા છે, ગામમાં દિપડા સહિત કપિરાજ એ ભારે આતંક મચાવ્યો હોય લોકો માં ફફડાટ ફેલાયો છે.
રાજપરા ગામની વાત કરીએ તો ગામમાં અનેક સ્થળોએ હિંસક દિપડો દેખાતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે .દીપડો અગાઉ ગામની સીમમાં ફરતો હોવાથી ગામમાં પણ પ્રવેશતા લોકો ફફડી ઊઠ્યા છે, દીપડાએ એક વાછરડા નું મારણ પણ કર્યુ હતું અને તેને ફાડી ખાધો હોવાનું જાણવા મળ્યું છે. રાજપરા ગામની સીમ સહિત ગામના પાદર અને પ્રવેશદ્વારો ઉપર વન વિભાગ પાંજરા મૂકી દીપડાને ઝડપી પાડે તેવી લોકોમાં માંગ ઉઠી છે ત્યારે વન વિભાગ એ ત્વરિત જ લોકો ની માંગણીને ધ્યાનમાં રાખીને રાજપરા ગામમાં દીપડાને ઝડપી પાડવા માટે નો તખ્તો ગોઠવવો જોઈએ અને ગ્રામજનોને દિપડાના ભયમાથી મુક્ત કરવા એ સમયની તાંતી જરૂરિયાત બની છે.
  આ ઉપરાંત રાજપરા ગામમાં કપિરાજ એ પણ આતંક મચાવ્યો છે, આ કપિરાજએ ગામના એક છોકરા સહિત ગામની બે મહિલાઓ ઉપર હિંસક હુમલા કર્યા હતા, જેથી ગામજનોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે માટે આ સમગ્ર મામલાને નર્મદા જીલ્લા વન વિભાગ ગંભીરતાથી લઈ તાત્કાલિક દીપડા અને કપિરાજના આતંકથી રાજપરાના ગ્રામવાસીઓને મુક્ત કરે એવી માંગ ઉઠી રહી છે

(10:11 PM IST)