<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ડેડીયાપાડાના મોઝદા રાઉન્ડમાં પેટ્રોલિંગ કરતા બીટગાર્ડ પર ગેરકાયદેસર ઝાડ કાપતા બે લાકડા ચોરોનો હુમલો

બીટગાર્ડએ ઝાડ કાપતા અટકાવતા માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલ મોઝદા રાઉન્ડમાં નામગીર ફાટકથી આગળ આવેલ વિસ્તારમાં કંપાર્ટમેન્ટ નંબર-૨૪૪ તરફ ફરજ બજાવતા વન વિભાગના બીટગાર્ડ ઉપર બે ઈસમો એ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બીટગાર્ડ એ ફરિયાદ નોંધાવી છે
  પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્દ્રસિંહ ભરતસિંહ ગોહીલ(મુળ રહે.ખડસલીયા તા.જી.ભાવનગર હાલ રહે.મોઝદા જંગલ ખાતાના કર્વાટસમાં તા.દેડીયાપાડા જી.નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ સગાઇ રૅન્જમા બંટાવાડી બીટમા બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા હોઇ જેથી તેઓ મોઝદા રાઉન્ડમાં નામગીર ફાટકથી આગળ આવેલ જંગલ વિસ્તારમાં કંપાર્ટમેન્ટ નંબર-૨૪૪ ખાતે પોતાની ફરજ ઉપર પેટ્રોલિંગમા હતા, તે દરમ્યાન (૧) સુરેશભાઇ અમરસિંગભાઇ વસાવા અને (૨) શૈલેષભાઇ ભારજીભાઈ વસાવા( બંન્ને રહે.મોઝદા કોકટીફળીયુ તા. દેડીયાપાડા જી.નર્મદા) નાઓ જંગલ ખાતાનુ ઝાડ ગેકાયદેસર રીતે કાપતા હોઇ જેમને બીટગાર્ડ એ ઝાડ કાપતા રોકવા જતા બંને એ ગાળા ગાળી કરી હુમલો કરી છુટા હાથથી ગડદા પાટુનો માર મારી, શરીરે ગેબી ઇજાઓ પહોચાડી બીટગાર્ડને જણાવેલ કે આજે તો તું બચી ગયેલ છે.ફરીવાર આ જંગલ વિસ્તારમા એકલો મળશે તો તને જાનથી મારી નાંખીશુ તેમ કહી તેમની બીટગાર્ડ ની ફરજમાં રુકાવટ કરી ત્યાંથી નાસી જતાં બંને વિરૂદ્ધ બીટગાર્ડ એ ફરિયાદ આપતા ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(10:18 PM IST)