તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
ડેડીયાપાડાના દાભવણ ગામમાં વીજળી પડતા 2 બાળકોના મોત, બે બાળકો વીજળીથી દાઝયા
સાંજે ગાજવીજ સાથે વરસાદમાં નર્મદામાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ મંગળવારે સવારે વીજળી બે બાળકોને ભરખી ગઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા સહિત સમગ્ર રાજ્યના અનેક તાલુકાઓમાં સોમવારે વીજળી અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો જેમાં ખેડૂતોના પાકને મોટું નુકશાન થયું છે, જ્યારે વીજળી પડતા ભૂછાદ ગામમાં એક ઝાડ બળી જવા પામ્યું હતું જોકે સોમવારે જોરદાર વાવાઝોડા સાથે વીજળી ત્રાટકતા કોઈ જાનહાનિ કે કોઈને ઇજા થઇ નહિ હતી પરંતુ મંગળવારે સવારે બનેલી દુઃખદ ઘટનામાં ડેડીયાપાડા તાલુકાના દાભવણ ગામમાં અચાનક વીજળી પડતાં ત્યાં ઉભેલા બે બાળકો પર વીજળી પડતાં બંનેનું મોત થયું હતું જ્યારે બે બહેનો વીજળી પડવાથી દાઝી ગયા હતાં.
દાભવણ (કરજણ વસાહત ) ગામે આકાશી વીજળી પડતા બે બાળકો ના મોત, અને બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાં જાણવા મળ્યા મુજબ (૧.) દિલશાનભાઈ જયંતિભાઈ વસાવા ઉંમર વર્ષ ૧૪ (૨.) નૈતિકભાઈ રાજેશભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે ૧૧ નાઓ ના મોત થયા હતા, જ્યારે આકાશી વીજળી પડતા દાઝી ગયેલા ઈજાગ્રસ્ત માં (૧.)નિલમબેન જયંતિભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે ૧૧ અને (૨.) અમિતભાઈ ગણપતભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે ૧૧ નો સમાવેશ થાય છે.ડેડીયાપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. માસૂમ બે બાળકો ના મોત થી ગામ માં ગમગીની ફેલાઈ હતી અને બાળકોના પરિવાર માં માતમ છવાયું હતું
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
