<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

પીરાણામાં આવેલી સમાધિને તોડનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માછી સમાજનું નર્મદા કલેકટરને આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજપીપળા માછી સમાજ સહિત સમગ્ર માછી સમાજ ના આગેવાનોએ પીરાણામાં આવેલી સમાધિને તોડનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું
   આવેદનમાં જણાવ્યા મુજબ અમે સતપંથ સનાતન વૈદિક ધર્મને માનનારા સતપંથીઓ છીએ, અમદાવાદ જીલ્લાના દસકોઈ ગામ પીરાણામાં આવેલ અમારી માતૃસંસ્થા ધી ઈમામશાહ બાવા સંસ્થામાં ગત તારીખ ૦૭/૦૫/૨૦૨૪ના રોજ સંસ્થાના હાલના વહીવટ કરતા સાધુ જ્ઞાનેશ્વરદાસ ( ગંગારામકાકા)ના મોળાપીપણામાં આજ સંસ્થા કેટલાક ટ્રસ્ટી (કમીટી સભ્યો) ભેગા મળી ૬૦૦ (છસ્સો) વર્ષ જુની પુરાતત્વ સમાધીઓ, સદગોર પાત્ર ઈમામશાહ બાવા, તેમજ તેમનાં પુત્ર, તેમજ તેમના પત્ની તેમજ હાજરબેગ મહારાજ તેમજ શકિતમાતા (મહાકાળી) તેમજ અન્ય સમાધીઓ તોડી માર્બલનું ફલોરીંગ કરીને સમાધી નેસ્ત નાબુદ કરેલ છે. જેના અમને સમાચાર મળતા અમે સંતપંથ સનાતન વૈદિક ધર્મને માનનારા હજાર હિન્દુ સતપંથીઓની શ્રધ્ધાને ઠેસ પહોચી છે. જેથી આ કૃત્ય કરનારો ટ્રસ્ટી હર્ષદ પટેલ તથા અમુક ટ્રસ્ટીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી તથા તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવી અને આ તમામ સમાધિઓ ને ફરીથી બનાવી આપવાનો હુકમ કરવા નર્મદા કલેકટર ને રજૂઆત કરવામાં આવી છે


 

(10:26 PM IST)