News of Wednesday, 15th May 2024
ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે સીએમ અને મંત્રીને વાવાઝોડાથી થયેલ નુકશાન માં મદદ આપવા લખ્યો પત્ર
તેમના મત વિસ્તારમાં આવતા નાંદોદ ,ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના ખેડૂતોને મદદ કરવા સીએમ અને કૃષિ પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ,ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીને રજૂઆત કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં સોમવારે સાંજે વાવાઝોડા,ગાજવીજ સાથે વરસાદ પડ્યો જેમાં જિલ્લાના અનેક તાલુકાઓ માં ખેતી ને નુકશાન થયું અને ગત વર્ષે પણ આમજ કુદરતી આફતમાં ખેડૂતોનો પાક પાણીમાં ધોવાઈ ગયો હતી જેથી ધરતીપુત્રો પાયમાલ બનતા સરકાર વળતર આપે તેવી આશા રાખી રહ્યા હોય ત્યારે હંમેશા પ્રજાના કામો માં અગ્રેસર રહેતા લોકલાડીલા નાંદોદ ધારાસભ્ય ડો.દર્શના બેન દેશમુખ એ પોતાના મત વિસ્તાર ના ગામોમાં ખેડૂતોને મદદ કરવા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીને પત્ર લખ્યો છે.
ધારાસભ્ય ડો.દેશમુખે લખેલા પત્ર માં જણાવ્યું છે કે મારા મત વિસ્તાર નાંદોદ વિધાનસભામાં આવેલ નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી બાગાયતી પાકોને ખુબ મોટા પાયે નુકશાન થયેલ છે જેથી આપની કચેરીથી તાત્કાલિક ધોરણે યોગ્ય પગલા લઈ ખેડુતોને આર્થિક મદદ થાય તેવી આપને મારી નમ્ર વિનંતી છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
