<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

અરે વાહ... ‘રેરા'એ ૭ વર્ષમાં ૭૦% વિવાદો ઉકેલ્‍યા

કુલ ૩૪૨૫માંથી ૨૩૮૬ કેસ ઉકેલ્‍યા : અમદાવાદ ટોપ પર

નવી દિલ્‍હી તા. ૧૬ : ગુજરાત રિયલ એસ્‍ટેટ રેગ્‍યુલેટરી ઓથોરિટીએ ૨૦૧૭ થી એપ્રિલ ૨૦૨૪ ની વચ્‍ચે, છેલ્લા સાત વર્ષમાં દાખલ થયેલા ૭૦ ટકા કેસોનો નિકાલ કર્યો છે. અમદાવાદ, જે કેસોમાં ૫૦% હિસ્‍સો ધરાવે છે, તે કેસોના નિકાલમાં ટોચ પર છે, ત્‍યારબાદ વડોદરા અને સુરત.

ગુજરેરાના ડેટા મુજબ, સાત વર્ષમાં નોંધાયેલા ૩,૪૨૫ કેસમાંથી અત્‍યાર સુધીમાં ૨,૩૮૬ કેસ ઉકેલાયા છે. આમાં મિલકતના કબજા, વેચાણ ડીડની અમલવારી, વ્‍યાજ સાથે રિફંડ, સોસાયટીની જાળવણી, નબળી કારીગરી વગેરેને લગતા વિવાદોનો સમાવેશ થાય છે.

ગુજરેરાના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે, ‘મોટાભાગના કેસો વળતર, RERA રજીસ્‍ટ્રેશનને રદ કરવા અને ગેરકાયદે બાંધકામ દૂર કરવા વગેરેને લગતા લગભગ ૧,૦૩૯ કેસોની સુનાવણી અથવા તપાસની પ્રક્રિયા ચાલી રહી છે.'

લગભગ ૧૫% જે RERAમાં આવે છે તે પરસ્‍પર સહમતિથી સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલાય છે. જેઓ ગુજરેરામાં કેસ હારી ગયા છે તેઓ એપેલેટ ટ્રિબ્‍યુનલનો સંપર્ક કરી શકે છે. એપેલેટ ટ્રિબ્‍યુનલ એક અર્ધ-ન્‍યાયિક સંસ્‍થા છે, જે ગુજરેરા અથવા નિર્ણાયક અધિકારીના આદેશો, નિર્ણયો, દિશાનિર્દેશોની અપીલ સાંભળવાની સત્તા ધરાવે છે.

જો એપેલેટ ટ્રિબ્‍યુનલના નિર્ણય અથવા આદેશથી અસંતુષ્ટ હોય, તો વ્‍યક્‍તિ ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરી શકે છે.

(10:13 AM IST)