<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

જેમની પાસેથી રૂપિયા ઉછીના લીધેલ તે રાજકોટ ઉપાડી કંઇ અજુકતુ કરે તે પહેલા મુળ બાબરાના જતીન તથા જીતેન્‍દ્ર દ્વારા હથોડી મારી હત્‍યા કરેલ

સુરતમા વણ ઓળખાયેલ લાશનો ભેદ ઉકેલવા બાબતે પ્રતિષ્‍ઠાનો પ્રશ્‍ન બનાવી કુલ ૧ર ટીમ સાથે ૧૦૦ માણસોને સીપી અનુપમસિંહ ગેહલોતે મેદાને ઉતારેલ : ૩,પપ,૦૦૦ વ્‍યાજે લીધેલ તેમાં બાર વાગ્‍યા સુધીમાં રકમ ન આપે તો અપહરણ કરી હત્‍યા કરે તેવી ભીતિથી ૧ર વાગ્‍યા પહેલા ધમકી આપનારની હત્‍યા કરી રોડ પર લાશ ફેંકી દીધેલ : સુરત ડીસીબી પીઆઇ જયરાજસિંહ ઝાલા અકિલા સમક્ષ પરદો ઉંચકે છે

રાજકોટ, તા. ૧૬ :  વ્‍યાજના વિષયક હવે જાણે અજગર ભરડો લીધો હોય તેમ સૌરાષ્‍ટ્ર ગુજરાતમાં જીવલેણ બનતો જાય છે. મૂળ સૌરાષ્‍ટ્રના બાબરા પંથકના એક યુવાન દ્વારા સુરતમાં અમ્‍બ્રોડરીનું કારખાનું શરૂ કરેલ, પોતાના મિત્ર એવા મુળ બાબરાના હાલ સુરત ઇમરાન કુરેશી પાસેથી રૂા. ૩,પપ,૦૦૦ એક વર્ષમાં પરત પરવાની શરતે લીધેલ. આરોપીઓ દ્વારા મૃતકને રકમ ચુકવી ન શકતાં અંતે બપોરના ૧ર સુધીની છેલ્લી વોર્નિંગ અને ત્‍યારબાદ રાજકોટ સાથે લઇ જવાનું જણાવતા મોત નજદીક દેખી ચુકેલા જીતન અને જીતેન્‍દ્ર દ્વારા હથોડી મારી હત્‍યા કરી કોથળામાં રાખી રોડ પર ફેંકી ગયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યાનું અકિલા સાથેની વાતચીતમાં સુરત ડીસીબી પીઆઇ જયરાજસિંહ ઝાલાએ આરોપીની કબુલાત આધારે જણાવ્‍યું છે.

ગઈ તારીખ ૧૪/૦૫/૨૦૨૪ ના રોજ પૂણા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં લેંડમાર્ક માર્કેટથી જતાં ડાબી બાજુ અયોધ્‍યા ટેક્ષટાઇલ મોલથી કોહીનૂર-૨ ટેક્ષટાઇલ માર્કેટ વચ્‍ચે ર્ટનિંગ પર આવેલ રોડ પર જાહેરમાં ચાદર તથા ધાબડામાં વિટળાયેલી કોઈ પુરૂષની વણઓળખાયેલ હત્‍યા કરાયેલી લાશ મળેલ, જે બાબતે પૂણા પોલીસ સ્‍ટેશન ખાતે સલંગ્ન કલમ હેઠળ ગુનો દાખલ થયેલ. આ હત્‍યા થયેલ લાશની ઓળખ કરી આ ગંભીર બનાવને સત્‍વરે શોધી કાઢવા પોલીસ કમિશ્‍નરશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ જેના અનુસંધાને સુરત ક્રાઇમબ્રાંચની કુલ-૧૨ ટીમના અંદાજે ૧૦૦ માણસો દ્વારા વર્કઆઉટ હાથ ધરવામાં આવેલ અને આ વણઓળખાયેલ લાશના ફોટોગ્રાફ આજુબાજુના વિસ્‍તારમાં અલગ અલગ કારખાના તથા ટેક્ષટાઈલ માર્કેટના વ્‍યક્‍તીઓને બતાવી લાશની ઓળખ માટે પ્રયત્‍ન હાથ ધરાયેલ તે દરમિયાન ઘરફોડ સ્‍કોડ તથા એનડીપીએસ સ્‍કોડ દ્વારા ચોક્કસ બાતમી આધારે રાજીવનગર ઝુપડપટ્ટી મંદીર પુણા ખાતેથી નીચે મુજબના બે આરોપીને ઝડપી પાડેલ છે

આરોપીના નામ  (૧) જતીન ગોરધનભાઈ ખોખરીયા ઉવ ૨૮ વર્ષ રહેઃ ઘર નં-૪૪,  ક્રિષ્‍નાપાર્ક, છેલ્લી શેરી, સીમાડા ગામ. મૂળ રહ. ખોખરીયા શેરી, અમરપરા, બાબરા જી અમરેલી. (૨) જીતેન્‍દ્રકુમાર ધર્મરાજ ગૌતમ ઉવ ૩૨ વર્ષ રહે : રૂમ નં ૩૯૩, દીપકકુમાર સરોજ ના મકાનમાં, રાજીવનગર ઝુપડપટ્ટી, મૂળ રહે ગામ સુરવા, મિશિલપુર, વીખીપૂર, થાણા : ફતનપુર, જી. પ્રતાપગઢ.

આ હત્‍યાના કારણ વિશે મજકુર આરોપીઓની યુક્‍તી પ્રયુક્‍તિથી પુછપરછ કરતા જતિન ઉર્ફે જીત S/O ગોર્ધનભાઈ ખોખરીયાએ જણાવેલ કે, દોઢેક વર્ષ પહેલા પોતે બાબરા શહેરથી સુરત શહેર ખાતે આવી અંજણા ફોર્મ ખાતે જયનારાયણ ઇન્‍ડસ્‍ટ્રીયલ એમબ્રોડરીનુ કારખાનુ શરૂ કરેલ દરમ્‍યાન પોતે પોતાના ગામના મીત્ર ઇમરાન ગુલાબભાઇ કુરેશી રહે ગામ બાબરા નાઓ પાસેથી રૂ.૩,૫૫,૦૦૦/- એક વર્ષમા પરત કરવાની શરતે ઉછીના લીધેલા અને એમબ્રોડરીનો વેપાર શરૂ કરેલ.

આ દરમ્‍યાન એકાદ વર્ષનો સમય પુરો થતા પોતે ઇમરાન ગુલાબભાઇ કુરેશીને તેની રકમ ચુકવી શકેલ નહી જેથી ચારેક મહીના પહેલા ઇમરાન આરોપી જતીન પાસે અવાર નવાર પૈસા પરત આપવા ફોન કરી ફોન પર ગાળ ગલોચ કરી ધમકી આપતો આવેલ અને અવાર નવાર મારઝુડ કરતો જેથી આરોપી જતીને તેને ત્રણેક મહીના અગાઉ ટુકડે ટુકડે. રૂ.૩૫૫૦૦૦/- ચુકવી આપેલ હતા. આ રકમની ચુકવણી બાદમા આજથી આશરે વીસેક દીવસ અગાઉ મને ફરીથી ધંધા માટે રોકડ રકમની જરૂર પડતા મે ફરીથી ઇમરાન ગુલાબભાઇ કુરેશી પાસેથી રૂ.૧૫૫,૦૦૦/- ઉછીની લીધેલા આ રકમ વીસ દીવસમા મારે તેને પરત કરવાની હતી પરંતુ વીસ દીવસ પહેલાજ ઇમરાન ગુલાબભાઇ કુરેશી અવાર નવાર જતીનને ફોન કરી તેની રકમ પરત માંગવા હેરાન કરવા લાગેલ અને છેલ્લા પાચેક દીવસથી રોજ કારખાને આવી બેસી જઈ ગમેતેમ ગાળો બોલી પૈસાની માંગણી કરવા લાગેલ જેથી આરોપીએ તેને મારી નાખવાનુ નક્કી કરેલ તા.૧૩/૫/૨૦૨૪ ના રોજ સવારના સાડા આઠેક વાગેઆરોપી જતીન પોતાના કારખાને આવતાજ ઇમરાન ગુલાબભાઇ કુરેશીએ તેના કારખાને આવી ગયેલ અને કહેવા લાગેલ કે આજે જ ગમે તે રીતે બાર વાગ્‍યા પહેલા પૈસા પરત જોઇએ છે. નહી તો હુ તારા મશીન અને તને પણ મારી સાથે રાજકોટ લઇ જઇશ, તેમ કહેવા લાગેલ જેથી બપોરે બારેક વાગે જતીને ઇમરાનના માથામા હથોડી વડે ઘા મારી દઇ તેનુ ખુન કરેલ અને બાદમા પણ તે જીવતો ન રહી જાય તે માટે તેના માથામા અસંખ્‍ય હથોડાના ઘા મારેલ અને રાત્રીના સમયે ભાડાની ફોરવ્‍હીલ કાર મંગાવી કારખાનામા પડેલ ઇમરાન કુરેશી લાશને પોતાના કારીગર જીતેન્‍દ્ર ગૌતમ સાથે મળી મીણીયા થેલા તથા બ્‍લેન્‍કેટમા બાંધી કારમા નાખી સારોલી રોડ ઉપર પુણા સારોલી રોડ ઉપર આવેલ અયોધ્‍યા ટેક્ષટાઇલ માર્કેટ નજીક રોડના કીનારે ફેકી આવેલ હતા વિગેરે હકીકત જણાવી ગુનાની કબુલાત કરેલ છે.

(11:20 AM IST)