<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

બહેનનું મૃત્‍યુ થતાં અંતિમવિધિમાં વતનમાં હાજરી આપી પોલિસમેન મનીષભાઈ ૪ કલાકમાં પરત ફરજ પર હાજર થયેલ

ચૂંટણી ફરજથી બચવા બહાના બનાવવાની વિવિધ તરકીબો વચ્‍ચે એક પ્રેરક કથા અમદાવાદ સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા પ્રેરક કાર્યઃ અધિકારીઓની ઉપસ્‍થિતિમાં પીઠ થાબડી

રાજકોટ તા.૧૬: ચૂંટણી કાર્યમાં ન જવા માટે બહાના બનાવતા હોવાનું રાજ્‍યભરના કલેક્‍ટર તંત્રને લાગતા મેડિકલ ફાઈલ માટે સિવિલ સર્જન પાસે ફરી તપાસ અને ઘણા સ્‍ટાફને અનફીટ શા માટે જાહેર ન કરવા તેવી ચીમકી આપવાનાં સમાચારો ચૂંટણી સમયે ખૂબ પ્રસિદ્ધ થયેલ, આવા સમાચાર વચ્‍ચે અમદાવાદ જીઆઈડીસી પોલીસ મથકમાં એલ.આઇ.બી શાખામાં ફરજ બજાવતા પોલીસમેન મનીષભાઈ કાનજીભાઈ ડેડાણિયાએ ફરજનિસ્‍ઠાનું ઉત્‍કળષ્ટ ઉદાહરણ પૂરું પડેલ છે.

મનીષભાઈ કાનજીભાઈ ડેડાણીયા ના બંહેન ગાયત્રીબેન (ઉ.વ.૨૬) કે જેઓ બોર્નમેરો કેન્‍સર ની બીમારીથી પીડાતા હોય, તેઓ પોતાના વતન બોટાદ ખાતે માતા પિતા સાથે રહેતા હોય, તેઓની સારવાર ભાવનગર ચાલુ હોય, તેઓનું અવસાન તા. ૦૪.૦૫.૨૦૨૪ ના સવાર કલાક ૦૭.૩૦ વાગ્‍યે થતા, પો.કોન્‍સ. મનીષભાઈ વટવા જીઆઇડીસી પોલીસ સ્‍ટેશન ખાતે એલઆઇબી કોન્‍સ્‍ટેબલ તરીકે ચૂંટણી સમયે ચાવી રૂપ ભૂમિકા ભજવતા હોય, પરંતુ, બહેનના અંતિમ સંસ્‍કાર માત્ર ચાર કલાક જેટલા સમયમાં પતાવી, ચૂંટણી કામગીરીની ચાવી રૂપ ભૂમિકાની ગંભીરતા સમજી, પોલીસ અધિકારીઓ દ્વારા તેઓને સામાજિક ઉત્તરદાયિત્‍વ નિભાવવા પોતાના વતનમાં ઘરે હાજર રહેવા જણાવવા છતાં, પોતાની ફરજ ઉપર પરત હાજર થઈ ગયેલ હતા.

સેવા સુરક્ષા અને શાંતિ ને વરેલી પોલીસ ફોર્સમાં ‘ડયુટી ફર્સ્‍ટ' નું સૂત્ર પ્રચલિત છે, જે સૂત્રને ચરિતાર્થ કરનાર વટવા જીઆઇડીસી પોલીસ સ્‍ટેશનનના પોલીસ કોન્‍સ. મનીષભાઈ ડેડાણીયા ને રૂબરૂ બોલાવી, સન્‍માન પત્ર આપી, પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્‍દ્રસિંહ મલિક દ્વારા અભિનંદન પાઠવ્‍યા હતા.

(12:10 PM IST)