<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

જુનાગઢ એસપી, રાજકોટ સીપી, ડીસીપી ક્રાઇમ ટીમની ભિંસ વધતા સુરતથી વડોદરા મંગલસૂત્રો ખેંચવા રચેલો કારસો નિષ્ફળ

મૂળ સૌરાષ્ટ્રના સુશિક્ષિત યુવાનોએ સાથે મળી કોઈ ધંધો વિચારવાને બદલે સુરતથી વડોદરા પહોંચી અને બાઇક ચોરી કરી સમળી બનવા અદભુત યોજના ઘડેલી : વડોદરા સીપી નરસિંહમાં કોમાર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ટોપ ગિયરમાં મૂકતાં જ જૂનાગઢ, રાજકોટ સહિત ૧૫ ગુન્હાના આરોપી વૈભવ જાદવ અને ૧૦ ગુન્હાના આરોપી : ભાવિન ચાંડપાને પીઆઇ આર.જી.જાડેજા, પીઆઇ એચ. ડી. તુવરા, અને પીએસઆઈ ડી. આર. દેસાઈ અને પીએસઆઈ પી.એમ.ધાકડા ટીમે આબાદ ઝડપી લીધાઃ જેસીપી મનોજ નીનામાં, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિંહ રાઠોડ જેવા અનુભવી અઘિકારીઓનું માર્ગદર્શન ક્રાઇમ બ્રાન્ચ માટે મહત્વનું પુરવાર, મુદ્દામાલ કબ્જે

રાજકોટ, તા.,૧૬:   સુરતથી વડોદરા આવી વડોદરામા બાઇક ચોરી કરી વહેલી સવારે ર્મોનિંગ વોકમાં નીકળતા બહેનોના મંગલસૂત્ર તથા ભાઈઓના ગાળાના સોનાના ચેન ચોરતી મૂળ સૌરાષ્ટ્રનાં બે સુશિક્ષિત યુવાનોની જોડી કે જેના નામે જુનાગઢ અને રાજકોટ શહેરમાં અનુક્રમે દોઢ ડઝન અને બીજા સામે દશ જેટલા ગુન્હાઓ દાખલ થયા છે તેવા આ બન્ને યુવાનોને પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા ઘડાયેલ માસ્ટર પ્લાનનાં અમલ માટે જેસીપી મનોજ નિનામાના માર્ગદર્શન નીચે મુદ્દામાલ સાથે ઝડપી લેતા ટૂંકા સમયમાં આ બીજી સફળતા છે, જૂનાગઢ એસપી હર્ષદ મહેતા રાજકોટ સીપી રાજુ ભાર્ગવ અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ ટીમ એકિટવ થતાં સુરત વડોદરાની વાટ પકડવાની ભૂલ ભારે પડી છે.

 ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્સ્પેકટર એચ.ડી તુવરનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ.ડી.આર.દેસાઇ તથા પોલીસ સબ ઇન્સ.પી. એમ. ધાખડાનાઓની ટિમોએ સીસીટીવી ફુટેજ,ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે આ ચેઇન સ્નેચીંગ કરતાં આરોપીઓની શોધખોળમાં દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચની ટિમોને બાતમીદારથી માહીતી મળેલ કે, આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા આસપાસની સોસાયટી વિસ્તારમાં એક લેંડર મો.સાન્પર બે શંકાસ્પદ ઇસમો ફરી રહેલ હોવાની માહીતી મળતા જેથી ક્રાઇમ બ્રાન્ચની ટિમો સતર્ક થઇ આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા આસપાસની સોસાવિસ્તારમાં તપાસ કરતા દરમ્યાન આજવા રોડ ખાતે સોસાયટીમાં બે ઇસમો મોટર સાયકલ સાથે આવતા અને આ બન્ને ઇસમો ક્રાઇમ બ્રાન્ચની પોલીસને જોઇ નાશવાની કોશીશ કરતા જણાતા બન્ને પર શક જતા બન્નેને મો.સા.સાથે પકડી આ બન્ને ઇસમો ન.(૧) વૈભવ બાબુભાઇ જાદવ ઉ.વ.૨૯ રહે. ગામ ધ્રાબાવાડ તા.માટીયા હટીના જી.જુનાગઢ ન.(૨) ભાવિન મનસુખભાઇ ચાંડપા રહે. ગામ હસનાવદર તા.વેરાવળ જી.ગીર-સોમનાથના હોય આ બન્ને ઇસમો પાસેની મો.સા.ના તેમજ મો.ફોનોના બીલ કે પેપર્સ ન હોય જેથી આ બન્ને ઇસમોની કરવામાં આવેલ સઘન પુછપરછ અને તપાસ દરમ્યાન તેઓ બન્ને છેલ્લા અઢી માસમાં અવારનવાર સુરતથી રેલ્વેમાં વડોદરા આવી વડોદરા શહેરમાંથી બે જગ્યાએ મોટર સાયકલની ચોરી કરી આ ચોરી કરેલ મો.સા.નો ઉપયોગ કરી સમા વિસ્તારમાં રસ્તે જઇ રહેલ સીનીયર સીટીઝન મહીલા સહીત કુલ ત્રણ મહીલાઓને ટારગેટ કરી આ ત્રણેય મહીલાઓના ગળામાંની સોનાની ચેઇનો આંચકી તોડી ચેઇન સ્નોચીંગના ગુનાઓ કરી સુરત ખાતે નાસી જઇ આ ચેઇન સ્નોચીંગ કરેલ સોનાની ચેઇનો થકી રૂપીયા મેળવી ગોવા ખાતે બે વખત જઈ આ મળેલ રૂપીયા મોજશોખમાં વાપરી નાંખેલાની હકીકત જણાવી તેઓ પાસેનુ મોટર સાયકલ ચોરીનુ જણાવતા જેથી આ બન્ને ઇસમો પાસેથી મળેલ બન્ને મો.ફોઅને મો.સા.કબજે કરી બન્ને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ દરમ્યાન આરોપીઓ દ્વારા ચોરી કરવામાં આવેલ વધુ એક મો. સા.અને આ ચોરી કરેલ મો.સા.નો ઉપયોગ કરી ત્રણ મહીલાના ગળામાંની સ્નેચીંગ કરેલ સોનાની ચેઇન નંગ- ૦૩ કબજે કરવામાં આવેલ અને આ બન્ને આરોપી દ્વારા કરેલ બે મો.સા.ચોરીના અને ચેઇન સ્નેચીંગના કરેલ ત્રણ ગુના મળી કુલ-૦૫ (પાંચ) ગુનાઓ ડીટેકટ થયેલ છે.

આરોપીઓના નામ સરનામાઃ (૧) વૈભવ બાબુભાઇ જાદવ ઉ.વ.ર૯ રહે. ગામ ધ્રાબાવાડ તા.માટીયા હાટીના જી.જુનાગઢ, (ર) ભાવીન મનસુખભાઇ ચાડપા રહે. ગામ હસનાવદર તા. વેરાવળ જી.ગીર-સોમનાથ.

આરોપીઓનો ગુનાહીત ઇતિહાસઃ  (૧) આરોપી વૈભવ જાદવ અગાઉ રાજકોટ, જુનાગઢ,ગીર-સોમનાથ અને સુરત ખાતેના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં લેજી સ્નેચીંગ વાહનચોરીના અને એક પ્રોહીના મળી કુલ ૧૫ (પંદર) ગુનાઓમાં પકડાયેલ છે. અને એક વખત પાસામાં ગયેલ છે.

૧. રાજકોટ સીટી ભકિતનગર પો.સ્ટે.રૂ.૧૯૪/૨૦૧૪ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ ૨. જુનાગઢ વેરાવલ પો.સ્ટે.રૂ.૧૦૯/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૯૨,૧૧૪ મુજબ ૩. જુનાગઢ વેરાવલ પો.સ્ટે.રૂ.૧૧૦/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૯૨,૧૧૪ મુજબ ૪. જુનાગઢ વેરાવલ પો.સ્ટે.રૂ.૧૧૧/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૯૨,૧૧૪ મુજબ ૫. જુનાગઢ વેરાવલ પો.સ્ટે.રૂ.૧૧૨/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૯૨,૧૧૪ મુજબ ૬. જુનાગઢ વેરાવલ પો.સ્ટે.ફ.૧૧૩/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૯૨ મુજબ ૭. જુનાગઢ વેરાવલ પો.સ્ટે. રૂ.૧૧૫/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૯૨,૧૧૪ મુજબ

૮. જુનાગઢ બી ડિવી પો.સ્ટે.ફ.૧૭૩/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૭૯,૩૫૬, ૧૧૪ મુજબ ૯. જુનાગઢ બી ડિવી પો.સ્ટે. રૂ.૧૭૪/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯,૩૫૬, ૧૧૪ મુજબ. ૧૦. જુનાગઢ કેશોદ  પો. સ્ટે. રૂ. ૧૫૮/૨૦૧૬ ઇ. પી. કો. કલમ ૩૭૯,૩૫૬, ૧૧૪ મુજબ ) ૧૧. સુરત શહેર રાંદેર પો.સ્ટે. ૧૧૨૧૦૦૫૦૨૧૦૪૬૯/૨૦૨૧ ઇપીકો ૩૭૯,૧૧૪ મુજબ સુરત શહેર રાંદેર પો.સ્ટે.૧૧૨૧૦૦૫૦૨૧૦૫૭૭/૨૦૨૧ ઇપીકો ૩૭૯એ(૩), ૧૧૪ મુજબ ૧૨ (૧૩. સુરત શહેર મહિધરપુરા પો.સ્ટે. ૧૧૨૧૦૦૦૩૦૨૧૦૫૯૩/૨૦૨૧ ઇપીકો ૩૭૯એ(૩), ૧૧૪ મુજબ  ૧૪. રાજકોટ સીટી માલવીયાનગર ૧૧૨૦૮૦૪૫૨ ૨૦૮૩૦ /૨૦૨૨ પ્રોહિ ૧૫. ૬૫(એએ), ૧૧૬(બી) મુજબ રાજકોટ સીટી બી ડીવીઝન ૧૧૨૦૮૦૫૧૨૨૧૦૯૫/૨૦૨૨ ઇપીકો ૩૭૯(એ-૩), ૧૧૪ મુજબ

(ર) આરોપી ભાવિન ચાંડપા અગાઉ જુનાગઢ,રાજકોટ અને ગીર સોમનાથ ખાતે ચેઇન સ્નેચીંગ અને વાહનચોરીના ૧૦ ગુનામાં પકડાયેલ છે.

૧. રાજકોટ સીટી ભકિતનગર પો.સ્ટે.રૂ.૧૯૪/૨૦૧૪ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ ૨. જુનાગઢ વેરાવલ પો.સ્ટે.રૂ.૧૦૯/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૯૨,૧૧૪ મુજબ  ૩. જુનાગઢ વેરાવલ પો.સ્ટે.રૂ.૧૧૦/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૯૨,૧૧૪ મુજબ ૪. જુનાગઢ વેરાવલ પો.સ્ટે.રૂ.૧૧૧/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૯૨,૧૧૪ મુજબ ૫. જુનાગઢ વેરાવલ પો.સ્ટે.રૂ.૧૧૨/૨૦૧૬ ઈ.પી.કો.કલમ ૩૯૨,૧૧૪ મુજબ ૬. જુનાગઢ બી ડિવી.પો.સ્ટે.રૂ.૧૭૩/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૭૯,૩૫૬,૧૧૪ મુજબ ૭.  જુનાગઢ વેરાવલ પો.સ્ટે.રૂ.૧૧૫/૨૦૧૬ ઈ.પી.કો.કલમ ૩૯૨,૧૧૪ મુજબ ૮. જુનાગઢ બી ડિવી.પો.સ્ટે.રૂ.૧૭૪/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૭૯,૩૫૬,૧૪ મુજબ ૯. જુનાગઢ કેશોદ પો.સ્ટે.ફ.૧૫૮/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૭૯,૩૫૬, ૧૧૪ મુજબ ૧૦. જુનાગઢ કેશોદ પો.સ્ટે.રૂ.૧૫૮/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૭૯,૩૫૬, ૧૧૪ મુજબ.

(12:38 PM IST)