<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

બિહારની સગીરાએ અમદાવાદમાં પ્રેમી સાથે વીડિયો કોલ દરમિયાન આપઘાત કર્યો

અમદાવાદ, તા.૧૬: અમદાવાદમાં આજે સવારે એક સગીરાએ પ્રેમી સાથે વિડીયો કોલ દરમિયાન આપઘાત કર્યુ હતો.  આ આપઘાત કરતા પ્રેમી યુવતીની લાશ ઘરે આવીને બિહાર લઈ જતો હતો. તેવામાં રસ્‍તામાં તેની લાશ પાલનપુર ખાતે ફેકી દીધી હતી. આ માહિતી મળતા પોલીસ ઘટના સ્‍થળ પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.

નાની  ઉમરમાં પ્રેમ થતા હોય છે. અને યુવક અને યુવતીઓ સગીર વયના હોય છે. અને ઘરેથી ભાગી જતા હોય છે. અને થોડા સમય રહ્યા બાદ અમુક યુવક અને યુવતીઓ પાછા ફરતા હોય છે. અને અમુક લોકો આપધાત કરતા હોય છે. બસ આવો બનાવ એક સોલા વિસ્‍તારમાં બન્‍યો હતો. જે સગીર વયના યુવક અને યુવતી બિહારથી પ્રેમી યુગલ અમદાવાદ આવ્‍યુ હતુ. અને બંને જણા ઘરેથી ભાગીને પહેલા પંજાબ ગયા હતા. અને પછી અમદાવાદ આવ્‍યા હતા.

યુવક અને યુવતી જ્‍યારે અમદાવાદ આવ્‍યા ત્‍યારે તેમના વચ્‍ચે કોઈ વાતનો ઝગડો થયો હતો. અને યુવક યુવતીને મૂકીને બિહાર ગતો રહ્યો હતો.  આ વાતનું ખોટુ લાગતા યુવતીએ યુવકને વિડીયો કોલ કરીને આપઘાત કર્યો હતો. જ્‍યારે યુવતીએ આપઘાત કર્યો ત્‍યારે યુવક તરત જ અમદાવાદ આવવા રવાના થઈ ગયો હતો. અને તેની લાશ લઈને બિહાર જવા રવાના તી ગયો હતો. તેવામાં રસ્‍તામાં પકડવાની બીકે યુવતીની લાશ પાલનપુર રસ્‍તામાં તેની લાશ ફેકી દીધી હતી

(7:37 PM IST)