News of Thursday, 16th May 2024
અમદાવાદમાં ગોમતીપુરમાં સૌથી મોટા ભૂમાફિયા અલ્તાફ બાસીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
ગોમતીપુર કબ્રસ્તાન પાસે જમીન ખાલી કરવા જતા લોકો અને કોર્પોરેટરને માર મારતા મામલો ઉગ્ર બન્યો હતો

અમદાવાદ તા.૧૬ : અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં રહેતા અલ્તાફ બાસીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. અલ્તાફ બાસી ઉપર ૧૭ થી વધારે ગુના નોંધાયા છે. અને તેના ઉપર આરોપ છે. કે તે ગોમતીપુરમાં આવેલી ચારતોડ કબ્રસ્તાન નજીકના આવેલી જમીન પર સ્થાનીક લોકો રહેતા હતા. તેમને ધાક ધમકી આપીને તેમને ઘર ખાલી કરવાનું કહેતા ત્યાના સ્થાનિક લોકોના ઘરમાં જઈ ધાક ધમકી આપતો હતો. અને ઘર ખાલી કરવાનું કહેતો હતો. તેથી સ્થાનિક કોર્પોરેટર વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. આથી સ્થાનિક લોકો અને કોર્પોરેટર અલ્તાફ બાસી સામે પોલીસ ફરિયાદ કરી છે.
અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં રહેતા અલ્તાફ બાસીની દાદાગીરી દિવસે દિવસે વધતી જાય છે. તે પોલીસનો ભય ના હોય તેમ પોતાના દાદાગીરી કરતો હોય છે. અને તેના ઉપર ૧૭ થી વધારે ગુનોં નોંધાયા છે. ૧૦મી તારીખે અલ્તાફ બાસીએ પોતાના સગીરીતો સાથે આંતક મચાવ્યો હતો. ચારરોડા કબ્રસ્તાન નજીક કિમતી જમીન આવેલી છે. તેને ખાલી કરવા માટે તેને એક મોટી રકમ આપવામાં આવી હતી. એટલે તે જમીન ખાલી કરવા માટે તે પોતાના સાગરીતો સાથે જઈને ત્યાના સ્થાનિક લોકોના ઘરના અંદર ઘૂસીને ઘરનો માલ સામાન તોડી નાખે છે. અને ધાક ધમકી આપી હતી. ત્યારે ત્યાના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તેથી ત્યાના સ્થાનિક કોર્પોરેટર રુખસાબેન ઘાંચી વચ્ચે આવતા તેમના પર અલ્તાફ બાસીએ હુમલો કર્યો હતો. તે તેના સ્થાનિક લોકોએ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અલ્તાફ બાસી પોતાના સાગરીતો જેમ કે ભત્રીજા, ભાણા સહિત લોકો સામે રોફ બતાવે છે. અને ત્યા ના લોકોને ડરાવે છે. જ્યારે અલ્તાફે ત્યાના સ્થાનિક લોકો અને કોર્પોરેટરને માર માર્યો ત્યારે મામલો ખાસો ઉગ્ર બની ગયો હતો. અને કોંગ્રેસના મોટા નેતા વચ્ચે પડ્યા હતા. અને તે પડતા મામલો બિચકાવ્યો હતો. અને પોલીસ તાત્કાલિક એક્સનમાં આવી જતા અલ્તાફબાસીની ધરપકડ કરી હતી. અને ધરપકડ કરતાની સાથે જ મોટા ભૂ માફિયાના મોટા ખુલાસા થઈ શકે છે. અને તેને કોને જમીન ખાલી કરવા માટે સોપારી આપી હતી. તેનું નામ બહાર આવી શકે છે.
અલ્તાફ બાસી પહેલા સામાન્ય લુખ્ખા તત્ત્વો હતો. પણ સમયે જતા તેની દાદાગીરી વધતી ગઈ જેમ ગોમતીપુર, બાપુનગર, રખિયાલ જેવા વિસ્તારોમાં પોતાનો આંતક મચાતો ગયો. જ્યારે અલ્તાફ બાસી ઉપર ફરિયાદ નોંધાવી હતી. ત્યારે તે મુંબઈ ભાગવાની ફીરાકમાં હતો મુંબઈ જતા પહેલા જ પોલીસે તેની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો હતો.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
