News of Thursday, 16th May 2024
સુરત: મહારાષ્ટ્રના 50 વર્ષના વિજય ઇંગળે સુરતમાં વોચમેનના ડયુટી કરતી વખતે 3 બાળાઓ સાથે અડપલા કર્યા
પાંડેસરા પોલીસે ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડયો

સુરત: સુરતમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરતા 50 વર્ષીય આધેડે ત્રણ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરીને ભાગી ગયો હતો. તો બીજી તરફ આ સમગ્ર મામલો પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મહારાષ્ટ્ર અકોલા જિલ્લાના વતની 50 વર્ષીય વિજય ભગવાનભાઈ ઈંગળે સુરતમાં વોચમેન તરીકે કામ કરે છે. ગત 9 તારીખના રોજ તે પાંડેસરા વિસ્તારમાં એક બિલ્ડીંગમાં રહેતી 8, 7 અને 6 વર્ષની એમ ત્રણ બાળકીઓને શારીરિક અડપલા કરીને ભાગી ગયો હતો. આ મામલો આખરે પાંડેસરા પોલીસ મથકે પહોચ્યો હતો જેમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી અને આરોપી ૫૦ વર્ષીય વિજય ભગવાનભાઈ ઈંગળે ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે એસીપી વી.આર.મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ગત 9મી મેના રોજ પાંડેસરા પોલીસ મથકમાં એક ફરીયાદી બેને પોતાની 8 વર્ષની દીકરી તેમજ તેમની બિલ્ડીંગમાં રહેતી અન્ય 7 અને 6 વર્ષની મળી કુલ 3 દીકરીઓને શારીરિક અડપલા કરીને વિજય ઈંગળે નામનો ઇસમ ભાગી ગયો હોવાની ફરિયાદ આપી હતી. જેને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપી વિજય ભગવાનભાઈ ઈંગળે મહારાષ્ટ્ર અકોલા જિલ્લાના વતની હોય એક ટીમ ત્યાં પણ રવાના કરી હતી અને અન્ય ટીમો દ્વારા સુરતમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આખરે પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે આરોપીની ઉમર 50 વર્ષ છે અને તે વોચમેન તરીકે કામ કરે છે. આરોપીના બે દીકરા પાંડેસરાના ડુંડી ગામ પાસે રહે છે, ત્યાં તે જમવા માટે જતો હતો. તે દરમ્યાન તેણે આ હરકત કરી હતી. હાલ આરોપીની ધરપકડ કરી આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
