News of Thursday, 16th May 2024
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આકાશમાં અદ્ભુત સ્ટાર લાઈનની હારમાળા દેખાઈ
ગરમી વચ્ચે વાવાઝોડું અને ત્યાર બાદ આકાશમાં મંગળવારે રાત્રિએ થોડોક સમય એક નહીં બે નહિ પરંતુ સ્ટારની લાઈન જોવા મળી

સાબરકાંઠા: આપણે સૌ જાણીએ છીએ કે આપણા બ્રહ્માંડમાં અવિચળ સૂર્યની આસપાસ વિવિધ ગ્રહો ફરે છે, આ ગ્રહોને વળી પાછા પોતાના ઉપગ્રહો છે. અવકાશમાં એવી દરરોજ ખગોળીય ઘટના બને છે. આવી ખગોળીય ઘટનાઓ આપણને વિવિધ સવાલો તરફ દોરી જાય છે, જેના તરફ આપણા રોજિંદા જીવનમાં આપણે પૂરતું ધ્યાન આપતા નથી. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ગઈકાલે (મંગળવાર) રાત્રે આકાશમાં અદ્ભુત સ્ટાર લાઈનની હારમાળા દેખાઈ છે. જેને નગરવાસીઓએ પોતાના કેમેરામાં કેદ કરી હતી.
ગરમી વચ્ચે વાવાઝોડું અને ત્યાર બાદ આકાશમાં મંગળવારે રાત્રિએ થોડોક સમય એક નહીં બે નહિ પરંતુ સ્ટારની લાઈન જોવા મળી હતી. આ અદ્ભુત નજારો નગરવાસીઓ નિહાળ્યો હતો અને પોતાના કેમેરામાં કેદ પણ કર્યો હતો. ગઈકાલે રાત્રિએ આકાશમાં આ લાઈટની હારમાળાનો નજરો જોવા મળ્યો હતો.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
