<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

"ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ ઉપર નિયંત્રણ મેળવીએ" થીમ પર રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાઇ

-વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ દિવસે 41 રેલી, 150 ગ્રુપ મીટીંગ સહિત 400 ગામમાં એક સાથે પોરા નાશક કામગીરી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : 16 મે 2024ના રોજ વિરમગામ શહેર અને તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લાના તાલુકા, ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર અને જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ "ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ ઉપર નિયંત્રણ મેળવીએ" થીમ પર વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત 41 રેલી, 150 ગ્રુપ મીટીંગ સહિત 400 ગામમાં એક સાથે પોરા નાશક કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને ડેન્ગ્યુથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને પોરા ભક્ષક માછલીઓના ઉપયોગ અંગે પણ સમજ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ડેન્ગ્યુ તાવનો મચ્છર એડીસ ઇજીપ્તી મચ્છર ઘરમાં કે ઘરની આસપાસ ભરાતા ચોખ્ખા પાણીમાં જ ઉત્પન્ન થાય છે. સખત તાવ આવવાની સાથે આંખના ડોળાની પાછળ દુખાવો થાય કે હાથ અને ચહેરા પર ચકામા પડે, નાક, મોં તેમજ પેઢામાંથી લોહી પડે તો ડેન્ગ્યુ હોઇ શકે છે. ડેન્ગ્યુ જેવા કોઇ પણ લક્ષણ જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો જોઇએ. મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા વાહકજન્ય રોગોથી બચવા માટે શરીરના અંગોને ઢાકી રાખે તેવા વસ્ત્રો પહેરવા જોઇએ, મચ્છરથી રક્ષણ આપતી અગરબત્તીનો ઉપયોગ કરવો, મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો જોઇએ. હવાચુસ્ત ઢાંકણવાળા વાસણમાં પાણીનો સંગ્રહ કરવો. પાણીની ટાંકી, ફુલદાની, ફ્રીજની ટ્રે, પાણીના કુંડા સહિતના પાત્રો અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરવા જોઇએ

(6:46 PM IST)