<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

માવઠાએ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની દશા બગડી

ગૃહિણીઓનો ખર્ચ ઘટ્યોઃઅમદાવાદ APMC માર્કેટમાં બટાકા ૨૦ રૃપિયા પ્રતિ કિલો, ડુંગળી ૨૧ રૃપિયા પ્રતિ કિલો મળ્યી રહ્યા છે

અમદાવાદ, તા.૧૬

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના લીધે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતા વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું હતુ. જેની સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી છે. આજે અમદાવાદના છઁસ્ઝ્ર માર્કેટમાં શાકભાજીની આવકમાં વધારો થતા તેના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

સામાન્ય રીતે ઉનાળામાં શાકભાજીના ભાવ વધી જતા હોય છે. કારણ કે ગરમીના લીધે શાકભાજી ઝડપથી બગડી જાય છે. તથા તેની ખેતી કરવા માટે પણ પૂરતા પ્રમાણમાં પાણીની જરૃર પડે છે. પરંતુ જો યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો શાકભાજીના છોડ અને વેલા સૂકાઈ જાય છે. જેના લીધે શાકભાજીના ભાવમાં વધારો થતો હોય છે. પરંતુ હાલ હવામાનમાં થતા ફેરફારને લીધે ગુજરાત અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

આમ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટ્યુ હતું. જેના લીધે આજે શાકભાજીના ભાવમાં ૨ રૃપિયાથી લઈને ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. જેમાં ટામેટા, આદુ, દૂધી, કાકડી, મેથી અને બીટના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે રીંગણ, ફૂલાવર, ચોળી, વટાણા, કારેલા, ગાજર, રતાળુ, પરવર, ગિલોડા, રવૈયા વગેરે શાકભાજી પણ સસ્તા બન્યા છે. આમ મોટાભાગના શાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓ ખુશ થઈ ગઈ હતી. તથા શાકભાજી ખરીદવા માટે તેમણે વધારે રૃપિયા ચૂકવવા નહિ પડે.

અમદાવાદ APMC માર્કેટમાં શાકભાજીના ભાવની વાત કરીએ તો બટાકા ૨૦ રૃપિયા પ્રતિ કિલો, ડુંગળી ૨૧ રૃપિયા પ્રતિ કિલો, રીંગણ ૧૨ રૃપિયા પ્રતિ કિલો, કોબીજ ૧૨ રૃપિયા પ્રતિ કિલો, ફૂલાવર ૨૫ રૃપિયા પ્રતિ કિલો, વાલોર ૬૦ રૃપિયા પ્રતિ કિલો, ટામેટા ૧૩ રૃપિયા પ્રતિ કિલો, ચોળી ૬૦ રૃપિયા પ્રતિ કિલો, મરચા ૨૫ રૃપિયા પ્રતિ કિલો તથા લીંબુ ૧૦૦ રૃપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે.

જ્યારે આદુ ૧૧૦ રૃપિયા પ્રતિ કિલો, દૂધી ૧૨ રૃપિયા પ્રતિ કિલો, વટાણા ૭૦ રૃપિયા પ્રતિ કિલો, ભીંડા ૪૫ રૃપિયા પ્રતિ કિલો, કાકડી ૩૦ રૃપિયા પ્રતિ કિલો, કારેલા ૪૫ રૃપિયા પ્રતિ કિલો, ગુવાર ૩૫ રૃપિયા પ્રતિ કિલો, મેથી ૫૦ રૃપિયા પ્રતિ કિલો, કોથમીર ૨૫ રૃપિયા પ્રતિ કિલો, ફૂદીનો ૨૦ રૃપિયા પ્રતિ કિલો, ગાજર ૨૦ રૃપિયા પ્રતિ કિલો અને સૂકું લસણ ૨૧૦ રૃપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે.

આ સિવાય રતાળુ ૬૦ રૃપિયા પ્રતિ કિલો, સુરણ ૮૦ રૃપિયા પ્રતિ કિલો, સરગવો ૨૫ રૃપિયા પ્રતિ કિલો, પરવર ૩૦ રૃપિયા પ્રતિ કિલો, ગિલોડા ૫૦ રૃપિયા પ્રતિ કિલો, તુરિયા ૩૫ રૃપિયા પ્રતિ કિલો, ગલકા ૧૦ રૃપિયા પ્રતિ કિલો, બીટ ૧૨ રૃપિયા પ્રતિ કિલો અને રવૈયા ૨૮ રૃપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે.

શાકભાજી માર્કેટના વેપારીઓએ જણાવ્યુ હતુ કે ત્રણ દિવસ પહેલાના ભાવની સરખામણીમાં આજે શાકભાજીના ભાવમાં ૨ રૃપિયાથી લઈને ૧૫ રૃપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. પરંતુ ઉલ્લેખનીય છે કે જો વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતુ જશે અથવા માવઠાની અસર વધુ વર્તાશે તો શાકભાજીના ભાવ ઊંચકાઈ શકે છે. શાકભાજીના ભાવમાં થતી વધ-ઘટ શાકભાજીના જથ્થા અને માંગ આધારિત નક્કી કરવામાં આવે છે. આ સાથે વાતાવરણમાં થતા ફેરફાર, સિંચાઈના પાણીની જરૃરિયાતો, શાકભાજીની ક્વોલિટી અને જથ્થો, આયાત-નિકાસનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ તેમજ અન્ય વધારાના ખર્ચને આધારે શાકભાજીનો ભાવ નક્કી થાય છે.

(7:45 PM IST)