<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

અમદાવાદના મેઘાણીનગરમાં દિવ્યાંગ યુવતી પર ગેંગરેપ

મદદના બહાને આચર્યુ દુષ્કર્મઃઆ મામલે મેઘાણી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી

અમદાવાદ,તા.૧૬

અમદાવાદના મેઘાણી નગરમાં દિવ્યાંગ યુવતી ગેંગરેપની શિકાર બની. યુવતીને મદદના બહાને યુવકોએ ગેંગરેપ કર્યો. આ મામલે મેઘાણી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. પોલીસ દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

મેઘાણીનગરમાં દિવ્યાંગ યુવતીની સ્થિતિ લાભ લઈ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. યુવતીને મદદ કરવા કરિયાણું લઇ આપવાનું કહેતા સાગર ઉર્ફે પિન્ટુ અને તેના મિત્રએ ગેંગરેપ કર્યો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ મેઘાણી નગરમાં સગીરાને પાડોશી યુવકે જ દુષ્કર્મ કર્યાની ઘટના બની હતી. બાદમાં આ યુવકે સગીરાને પોલીસ અથવા પરિવારને ના જણાવવાની ધમકી આપી હતી. સગીર યુવતી પોતાના ઘરમાં સૂતી હતી ત્યારે પાડોશમાં રહેતો યુવક ઘરમાં આવ્યો અને તેનું મોઢું દબાવી તેના પર દુષ્કર્મ કર્યું. સગીરા યુવકથી ડરતી હતી. પરંતુ તબિયત બગડતા સમગ્ર હકીકત પરિવારને જણાવી. પરિવારે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધતા પોલીસે તેની અટકાયત કરી. શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. આ મામલે સરકારે અસરકારક પગલા લેવા જરૃરી છે.

(9:40 PM IST)