News of Thursday, 16th May 2024
ઉચ્છલના ટોકરવા ગામમાં કરુણ ઘટના: ઘરના ઓટલા પર બેસી વાતો કરતા બે મિત્રો પર વીજળી પડતાં બંનેના ઘટના સ્થળે મોત
બંને મિત્રોના એક સાથે મોત થતાં તેમના પરિવાર સહિત આખું ગામ શોકાતુર બન્યું

ઉચ્છલના ટોકરવા ગામની એક કરુણ ઘટના બની છે,અહીં સીમમાંથી પસાર થતા ઉકાઈ જળાશયના હોડીઘાટ ફુગારાના કિનારે આવેલા ઘરના ઓટલા પર બેસી વાતો બે મિત્રો વાતો કરતા હતા.ત્યારે બંને મિત્રો પર વીજળી પડતાં તેમના ઘટના સ્થળે મોત થયા છે. બંને મિત્રોના એક સાથે મોત થતાં તેમના પરિવાર સહિત આખું ગામ શોકાતુર છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાના ઝરીઆંબા ગામના પટેલ ફળિયાના રહીશ પ્રભુભાઈ ભીંમસીંગભાઇ વસાવા (ઉં.વ.45) અને ટોકરવા ગામના મોટું ફળિયાના રહીશ સામાભાઈ જેઠિયાભાઈ વસાવા (ઉં.વ.62) તારીખ 14ના રોજ બપોરના સમયે ટોકરવા ગામની સીમમાં ઉકાઈ જળાશયના હોડીઘાટ ફુગારાના કિનારે આવેલા સામાભાઈ જેઠિયાભાઈ વસાવાના કાચા રહેણાક મકાનના ઓટલા ઉપર બેસી વાતો કરી રહ્યા હતા. તે દરમિયાન આકાશમાંથી અચાનક બંને શખ્સો ઉપર વીજળી પડી હતી. બંને શખ્સોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અચાનક કુદરતી વીજળી પડતા બે શખ્સોના એકસાથે મોત થયાની જાણ વાયુવેગે ચોમેર ફેલાઈ જતા હાહાકાર મચી ગયો હતો.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
