News of Thursday, 16th May 2024
આગામી ત્રણ દિવસ વલસાડમાં સિવિયર હીટવેવ:પોરબંદર, કચ્છ ,ભાવનગર ગીર સોમનાથ,અને સુરતમાં યલો એલર્ટ
કાલે અમદાવાદ, બનાસકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે આગામી ત્રણ દિવસ વલસાડ જિલ્લામાં સેવર હીટવેવની અસર જોવા મળી શકે છે. આ ઉપરાંત પોરબંદર, કચ્છ સહિતના જિલ્લાઓમાં પણ ગરમીનો પ્રકોપ વધારે જોવા મળશે. તેમજ આવતીકાલે અમદાવાદ, બનાસકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે છે.
હવામાન વિભાગ અનુસાર, 17થી 19 મે દરમિયાન વલસાડમાં સેવર હીટવેવ જોવા મળી શકે છે. આ ઉપરાંત, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ અને સુરતમાં હીટવેવના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ગરમીના તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થઇ શકે છે.
આ ઉપરાંત રાજ્યના દરિયાકાંઠા અને તેની આસપાસના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે અને ભેજયુક્ત હવામાન રહી શકે છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા માવઠા અંગે પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, દાહોદ, મહિસાગર, તાપી અને ડાંગમાં કમોસમી વરસાદ થઇ શકે છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
