News of Thursday, 16th May 2024
તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં આધેડ શખ્સ અને પરણીતાએ ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો
આધેડ વ્યક્તિ એ ગામની પ્રાથમિક શાળામાં દવા પીધી જ્યારે પિયર રહેવા આવેલી પરણિત દીકરીએ પોતના ઘર માં દવા પી લેતા મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં આધેડ અને પરણિત યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર તિલકવાડા તાલુકાના ખાટાઅસીત્રા ગામમાં મરનાર બાલુભાઇ લલ્લુભાઇ બારીયા (ઉ.વ.૫૩)( રહે.ખાટાઅસીત્રા તા.તિલકવાડા જી.નર્મદા )નાઓએ તા.૧૪/૦૫/૨૦૨૪ ના રોજ ખાટાઅસીત્રા ગામે પ્રાથમીક શાળાના કંપાઉંડમા કોઇ ઝેરી દવા પી જતા તેમને પ્રાથમીક સારવાર તિલકવાડા સરકારી દવાખાને કરાવી ત્યાંથી વધુ સારવાર માટે બેભાન અવસ્થામા રાજપીપલા સરકારી દવાખાનામાં સારવાર માટે રીફર કરેલ ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.તિલકવાડા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજી બનાવ ગરુડેશ્વર તાલુકાના ઝરીયા ગામમાં બન્યો જેમાં મરનાર ઉર્મિલાબેન વા/ઓ જીગરભાઇ પટેલ (ઉ.વ.૨૨) નાઓ પંદર દિવસથી પિતાના ઘરે મહેમાન બની રહેવા આવેલ હતા, તેમના માતા-પિતા ખેતરે ગયા તે દરમ્યાન ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી લેતા ૧૦૮ મારફતે ગરૂડેશ્વર સરકારી દવાખાને લઇ જતા પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે સીવીલ હોસ્પિટલ રાજપીપલા ખાતે લઇ આવ્યા રાજપીપળા ખાતે સારવાર દરમ્યાન મોત થતાં એકતાનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
