<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

રાજપીપળામાં ગત રાત્રે કલાકો વીજ પુરવઠો ખોરવાતા ફરિયાદ કેન્દ્ર પર લોકોનો હલ્લાબોલ, પોલીસ દોડી આવી

ત્રણ દિવસ પહેલા કમોસમી વરસાદમાં પણ આખી રાત લાઈટો ગઈ હતી ત્યારબાદ બુધવારે પણ લાઈટ જતા અકળાયેલા લોકટોળાએ હલ્લાબોલ કર્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળા શહેર માં બુધવારે કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહેતા લોકટોળા વીજ કંપનીના ફરિયાદ કેન્દ્ર ઉપર પોહચી ગયા અને ત્યાં હલ્લાબોલ કરતા પોલીસ દોડી આવી હતી

   રાજપીપળા શહેરમાં ત્રણ દિવસ પહેલા કમોસમી વરસાદ સાથે વાવાઝોડું આવતા આખા શહેર ની લાઈટો બંધ થઈ હતી અને લગભગ ચારેક કલાક બાદ લાઈટ પુંનઃ આવી જોકે અનેક ઠેકાણે વૃક્ષો પડવાની ઘટના બની હતી માટે કેટલાક વિસ્તારો માં રાત્રે લાઈટ આવી જ્યારે કેટલાક વિસ્તારોમાં આખી રાત લાઈટ આવી ના હોય લોકો અકળાઈ ઉઠ્યા હતા.
ત્યારબાદ ગઈકાલ બુધવારેના દિવસે રાત્રે ફરી લાઈટ ગઈ જેમાં રોયલ સન સિટી તરફ વાયર તૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું, આ લાઈટ ગયા બાદ લાંબા સમય સુધી લાઈટ નહિ આવતા અકળાયેલા લોકટોળા જૂની સિવિલ સામે આવેલા વીજ કંપનીના ફરિયાદ કેન્દ્ર પર પહોંચી હલ્લાબોલ કરતા આ બાબતે પોલીસને જાણ કરાતા ત્યાં રાજપીપળા પોલીસ દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. આમ ચોમાસુ આવતા પહેલા જ લાઈટોના ધાંધિયા થતાં હોય તો ચોમાસા માં શું હાલત થશે તેવા સવાલ લોકો માં ઉઠ્યા હતા

(11:59 PM IST)