News of Friday, 17th May 2024
નર્મદામાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલ નુકસાનમાં યોગ્ય સહાય આપવા ભારતીય કિશાન સંઘનું આવેદન
ભારતીય કિશાન સંઘએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સર્વે કામગીરી સત્વરે ચાલુ કરાવી યોગ્ય સહાય આપવા રજૂઆત:રાજસ્થાન, પંજાબ, દિલ્હી જેવા રાજ્યોમાં પણ નર્મદા જિલ્લામાંથી કેળા મોકલવામાં આવે છે, સારી ગુણવત્તાના કેળા સાઉદી જેવા દેશોમાં પણ મોકલવામાં આવે છે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: નર્મદા જિલ્લામાં માં રહેતા તેમજ ખેતી ઉપર જીવન ગુજારતા જે ખેડૂતો છે તેમની સ્થિતિ ખુબજ કફોળી બની છે જગત નો તાત નિરાશાના વાદળોમાં ઘેરાઈ ગયો છે. નર્મદા જિલ્લાના જે સૌથી વધારે પ્રભાવિત થયેલા ગામોમાં ગોપાલપુરા, વાવડી, રામપુરા, કરાઠા, સુંદરપુરા, જીતનગર, જીતગઢ, થરી જેવા ગામોમાં વ્યાપક પ્રમાણમાં કેળના પાક ને નુકશાન થયું છે તેની યોગ્ય સહાય આપવાની માંગ સાથે ભારતીય કિશાન સંઘ દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું.
આવેદનમાં જણાવ્યા મુજબ નર્મદામાં ગત તારીખ 13/05/2024 ના સાંજના સમયે પવન તેમજ વાવાજોડા સાથે વરસાદ પડવાથી ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે નર્મદા જિલ્લો કેળનું કેન્દ્ર ગણવામાં આવે છે, મુખ્યત્વે કેળનો પાક અહીંયા થાય છે આ પાક રાજસ્થાન, પંજાબ, દિલ્હી જેવા રાજ્યોમાં પણ અહીંથી મોકલવામાં આવે છે. સારી ગુણવત્તાના કેળા સાઉદી જેવા દેશોમાં પણ મોકલવામાં આવે છે આ કેળ નો જે પાક છે જેના પાછળ ખેડૂત ખુબ મોટો ખર્ચ કરે છે જેની સામે સરકારમાંથી ખુબજ નહિવત રકમની સહાય મળે છે તો આ મોટા નુકશાન સામે આપના દ્વારા નર્મદા જિલ્લાના આ સહાય પેકેજને સ્પેશ્યલ સહાય પેકેજ જાહેર કરી સહાય ની રકમ વધુ મળે એવી આપને નમ્ર અરજ છે, આ સ્થિમાં ખેડૂત ફક્ત અને ફક્ત સરકાર સામેજ મીટ માંડીને બેઠો છે માટે આ બાબતને ગંભીરતાથી લઇ બાગાયતના અધિકારીઓને સર્વેની કામગીરી સત્વરે ચાલુ કરવા અને સરકાર દ્વારા સહાયની યોગ્ય રકમ મળે એવી આશા રાખતું આવેદનપત્ર કલેકટર ને આપવામાં આવ્યું છે
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
