News of Friday, 17th May 2024
નાંદોદ તાલુકાના કુમસગામની સીમમાં વિધવા મહિલાની તેના પ્રેમીએ જ હત્યા કરતા ચકચાર
મરનાર મહિલાની દીકરીએ પ્રેમીની પૂછપરછ કરતા ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુમસગામમાં રહેતા એક વિધવા મહિલાની હત્યા થતા નાનકડા ગામમાં ચકચાર મચી ગઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર કલ્પનાબેન પ્રવિણભાઇ યુનિલાલ વસાવા ( રહે,ગામકુવા ખત્રી ફળીયુ, તા.નાંદોદ જી.નર્મદા) નાઓએ આમલેથા પોલીસમાં આપેલ ફરિયાદ મુજબ મરનાર તેમની માતા રમીલાબેન ચૈતરભાઇ રતિલાલ વસાવાની વિધવા પત્ની (ઉ.વ.આ.૪૫ )(રહે. કુમસગામ તા.નાંદોદ જી.નર્મદા) નાઓ તા.૧૪/૦૫/૨૦૨૪ના રોજ પોતાના ઘરેથી ગામની સીમમાં ઘાસ ચારો લેવા માટે ગયેલ જેઓ મોડા સુધી ધરે પરત ન આવતા કલ્પનાબેન તથા અન્યો તેણીને શોધવા માટે ગયેલ પરંતુ નહી મળી આવતા તેણીને ખોજલવાસા ગામે રહેતા રાવજીભાઇ કાન્તીભાઇ વસાવાનાઓ સાથે પ્રેમ સંબધ હોય તેને કઇ ખબર હશે તેમ માની તેની પુછપરછ કરવા જતા રાવજી વસાવા ખોજલવાસા ગામના પુલ પર મળેલ જેને રમીલાબેન બાબતે પુછપરછ કરતા તે એકદમ ઉશ્કેરાઇ જઇ કલ્પનાબેનને ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના પાસેનું શેરડીનું કાપવાનુ કોયતુ ઉગામી જતો રહેલ હોય અને ત્યારબાદ બીજા દિવસે જાણવા મળેલ કે રાવજી એ રમીલાબેનને કોઇ પણ કારણોસર કોઇ પણ રીતે મોતને ઘાટ ઉતરી છે. આમલેથા પોલીસે પ્રેમી રાવજી વસાવા વિરૂદ્ધ હત્યા નો ગુનો દાખલ કર્યો છે.તપાસ ઇન્ચાર્જ પીએસઆઈ ડી. કે. પરમાર, આમલેથા પો. સ્ટે કરી રહ્યા છે.
આ હત્યા કાંડમાં શંકાસ્પદ આરોપી ને આમલેથા પોલીસ સ્ટેશન લાવ્યા બાદ નર્મદા એલસીબી પીઆઈ આર.જી.ચૌધરી દ્વારા આમલેથા પોલીસ મથકે પૂછપરછ કરવામાં આવતા અંતે આરોપી રાવજી વસાવા ભાંગી પડ્યો અને આ ગુનો પોતે કર્યો હોવાની કબૂલાત કરી હતી.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
