<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે ફરવા આવેલાં વડોદરાના યુવાનને હાર્ટ એટેક આવતા હોટલમાં મોત થયું

વડોદરાના માંજલપુર વિસ્તાર માં રહેતા અને રમાડા હોટલમાં રોકાયેલ યુવાનને એટેક આવતા મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા અને ફરવા હજારો ની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે હાલમાં વડોદરા માંજલપુર વિસ્તારનું એક પરિવાર ફરવા આવ્યું અને ત્યાં એક યુવાનને એટેક આવતા મોત થયું હતું

  મળતી વિગતો અનુસાર ચૈતાલી બેન દીપેન ભાઈ ત્રિવેદીએ પોલીસને જાણ કર્યા મુજબ તેમના પતિ મરનાર દિપેનભાઇ કેતનકુમાર ત્રિવેદી( ઉ.વ.૩૪)( રહે.માંજલપુર વડોદરા) નાઓ તા.૧૪/૫/૦૨૪ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે ફરવા માટે આવેલ અને રમાડા હોટલમા રોકાયેલા હતા તે દરમ્યાન તા.૧૫/૫/૦૨૪ના દિવસે તેમને હદય રોગનો હુમલો આવતા સારવાર માટે ૧૦૮ મારફતે ગરૂડેશ્વર તથા વધુ સારવાર માટે રાજપીપલા સીવીલ હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા જ્યાં ફરજ પરના ડોકટરએ દિપેનભાઈને મૃત જાહેર કરતા એકતા નગર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(12:11 AM IST)